News of Friday, 13th June 2025
દુ:ખની ઘડીમાં પીએમ મોદી ગાંધીનગરમાં વિજયભાઈના પત્ની અંજલિબેનને સાંત્વના આપવા ગાંધીનગર પહોંચ્યા
વડાપ્રધાન મોદી અમદાવાદની મુલાકાતે છે. તેઓ ગાંધીનગરમાં અંજલિબેન રુપાણીને મળ્યા અને સાંત્વના પાઠવી હતી

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાત ગમગીન છે. આ સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદની મુલાકાતે છે. તેઓ ગાંધીનગરમાં અંજલિબેન રુપાણીને મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી.
વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન આજે લંડનથી અમદાવાદ પરત ફર્યા હતા. તેઓ હાલ ગાંધીનગર સ્થિત આવાસ પર છે. વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચારથી તેમના પત્ની ખૂબ જ દુ;ખી છે. ત્યારે આ દુ:ખની ઘડીમાં પીએમ મોદી અંજલિ રુપાણીને સાંત્વના આપવા ગાંધીનગર પહોંચ્યા હતા.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
