<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

લંડનથી સગાઈ કરવા માટે વતને આવેલા યુવક-યુવતીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત

સગાઈ કર્યા બાદ પરત ફરતી વખતે પ્લેન દુર્ઘટના બની જેમાં સુરતના વિભૂતિ પટેલ અને બોટાદના હાર્દિક અવૈયાનું મોત નિપજ્યું

અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની ઘટનામાં 241 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. જેમાંથી મોટાભાગના લોકો બળીને ખાખ થઈ ગયા છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સગાઈ કરવા માટે વતને આવેલા યુવક-યુવતીનું મોત થયું છે. બંને યુવક-યુવતી લંડનથી સગાઈ કરવા માટે વતન આવ્યા હતા. સગાઈ કર્યા બાદ પરત ફરતી વખતે પ્લેન દુર્ઘટના બની હતી. જેમાં સુરતના વિભૂતિ પટેલ અને બોટાદના હાર્દિક અવૈયાનું મોત નિપજ્યું છે.

 વિમાન દુર્ઘટનામાં ચિખોદરાના માતા-પુત્રનું પણ મોત થયુ છે. દુષ્યંત પટેલ પોતાના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થયા હતા. ચિખોદરા ગામે માતા એકલા રહેતા હોવાથી તેમને લેવા આવ્યા હતા. માતા-પુત્ર બન્ને દુર્ઘટનાનો ભોગ બનતા પરિવારમાં શોક છવાયો છે.

અમદાવાદ પ્લેન ક્રેસમાં દીવના 11 યાત્રિકના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. દીવના ફૈઝાન રફીકનું પણ પ્લેન દુર્ઘટનામાં મોત થયુ છે. ફૈઝાન રફીકના મોતના સમાચાર મળતા પરિવારમાં ભારે શોક ફેલાયો છે

 

(1:48 PM IST)