તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૫ શનિવાર
News of Friday, 13th June 2025
અમદાવાદ પ્લેન ક્રેશના દિવંગતોને શ્રદ્ધાંજલિ : કોંગ્રેસ દ્વારા આજે સાંજે કેન્ડલ માર્ચનું આયોજન
પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં રાજીવ ગાંધી ભવનથી કોચરબ આશ્રમ સુધી કેન્ડલ માર્ચ યોજાશે : AICC, પ્રદેશ અને શહેર કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરો જોડાશે

અમદાવાદ: અમદાવાદ ખાતે થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક સંયુક્ત કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે, તારીખ ૧૩-૦૬-૨૦૨૫, શુક્રવારના રોજ સાંજે ૭:૦૦ કલાકે આ કેન્ડલ માર્ચ યોજાશે. કેન્ડલ માર્ચનો પ્રારંભ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન, પાલડીથી થશે અને તે કોચરબ આશ્રમ, પાલડી સુધી જશે.
આ કેન્ડલ માર્ચનું નેતૃત્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કરશે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં AICC ના હોદ્દેદારો, પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો, ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો, શહેર કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો, વિધાનસભા પ્રભારીઓ અને સહપ્રભારીઓ, વોર્ડ પ્રભારીઓ, વોર્ડ પ્રમુખો, મ્યુનિસિપલ કાઉન્સિલરો અને પૂર્વ કાઉન્સિલરો, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન તેમજ તમામ સેલના હોદ્દેદારો અને કાર્યકરોને હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે.
આ કેન્ડલ માર્ચ દ્વારા કોંગ્રેસ પક્ષ દુર્ઘટનાના ભોગ બનેલા નિર્દોષ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરશે, તેમ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને નેતા, કોંગ્રેસ પક્ષ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેઝાદખાન પઠાણે એક યાદીમાં જણાવ્યું છે.
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
