<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

અને અમિતભાઈનું સૂચન થતાં નેશનલ ફોરેન્‍સિક સાયન્‍સ યુનિ.ના વડા જે.એમ.વ્‍યાસ ટીમ DNA ટેસ્‍ટ માટે આજ પરોઢ સુધી ઝઝૂમી રહી છે

વિમાન દુર્ઘટના વિમાનમાં ફુલ પેટ્રોલથી મુશ્‍કેલ લાશોની ઓળખ મેળવવા કેન્‍દ્રીય ગળહમંત્રીએ અનુભવ આધારે રાજ્‍ય સરકારને ઉકેલ બતાવ્‍યો : FSLમા પણ આ ભગીરથ કાર્ય માટે વિશેષ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. પરિવારનો સહયોગ પણ મહત્‍વનો બની રહેશે

રાજકોટ તા.૧રઃ સમગ્ર દેશને હચમચાવી મૂકનાર અમદાવાદથી લંડન જતી એર ઇન્‍ડિયાનુ વિમાન ઉડાન ભર્યાની ગણત્રીની મિનિટમાં અમદાવાદના મેઘાણીનગર વિસ્‍તારમાં આવેલ મેડિકલ હોસ્‍ટેલ પર તૂટી પડતા ત્‍યાંના ડોક્‍ટરો સહિત ૨૬૮ લોકોના મોત કે જેમ ૨૨૯ મુસાફર અને ૧૨ ક્રૂ મેમ્‍બરના મોત કે જેમાં રાજકોટનો  વિકાસ જેને હયે વસ્‍યો હતો તેવા વિજયભાઈ રૂપાણીનો પણ સમાવેશ છે તેવા તમામના કરુણ મળત્‍યુથી દેશ અને ખાસ કરી ગુજરાત હિબકે ચઢયું છે.

વિમાનમાં ખૂબ જ પેટ્રોલ હોવાથી સ્‍વભાવિક રીતે જે ભયાનક આગ લાગી તેનાથી મોટી સંખ્‍યામાં મળત્‍યુ થયા અને ઓળખ મુશ્‍કેલ બનેલ. અમદાવાદ આવી પહોંચેલ કેન્‍દ્રીય મંત્રી આ સમસ્‍યા સારી રીતે  સમજવા સાથે ગુજરાતમાં આ ભગીરથ કાર્ય ફકત વિશ્વની પ્રથમ ફોરેન્‍સિક યુનિ એવી ગાંધીનગર સ્‍થિત નેશનલ ફોરેન્‍સિક યુનિ.ને આ મળત્‍યુ દેહની ઓળખ કરવાનું ભગીરથ કાર્ય પદ્મશ્રી એવા નેશનલ ફોરેન્‍સિક સાયન્‍સ યુનિ. ના કુલપતિ એવા ડો. જે. એમ. વ્‍યાસ ટીમને સુપ્રત કરતા કાલ રાતથી આ કાર્ય ઝડપભેર ચાલી રહ્યાનું યુનિ.ના સૂત્રોએ જણાવ્‍યું છે.

(4:07 PM IST)