તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Friday, 13th June 2025
ગોપાલ શાસ્ત્રીએ 12 દિવસ પહેલા ખતરનાક દુર્ઘટનાનો સંકેત આપ્યો હતો :પ્રસિદ્ધ વ્યક્તિના મૃત્યુની ભવિષ્યવાણી કરી હતી
1 મેના રોજ ગોપાલ શાસ્ત્રી વ્યાસે ફેસબુક પોસ્ટમાં એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી.

અમદાવાદ : 12 જૂન એ દિવસ હતો, જેણે સેંકડો પરિવારની દુનિયા ઉજાડી દીધી. ગુરુવારે અમદાવાદથી ઉડતી ફ્લાઇટમાં 230 મુસાફરો ખુશી ખુશી બેઠા જ હતા અને થોડી કલાકોમાં લંડન પહોંચવાના હતા. પણ ફ્લાઇટ ટેક ઓફ કરતા જ ભયાનક દુર્ઘટના થઈ ગઈ. એર ઈન્ડિયાનું ડ્રીમલાઈનર પ્લેન અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટો બાદ ક્રેશ થઈ ગયું. આ ઘાતક પ્લેન ક્રેશમાં અત્યાર સુધીમાં 265 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે.
જે બિલ્ડિંગથી પ્લેન ક્રેશ થયું છે, તેમાં મેડિકલ કોલેજના સ્ટુડન્ટ ખાવાનું ખાઈ રહ્યા હતા. તે પણ દુર્ઘટનાનો શિકાર થઈ ગયા. પણ શુક્રવારે અચાનક સોશિયલ મીડિયા પર ગોપાલ શાસ્ત્રી વ્યાસનું નામ ટ્રેન્ડ કરવા લાગ્યું. કારણ છે કે, જે દુઃખદ ઘટનાની કલ્પના કોઈએ પણ નહોતી કરી, આ ખતરનાક દુર્ઘટનાની ભવિષ્યવાણી ગોપાલ શાસ્ત્રીએ એક બે નહીં પણ 12 દિવસ પહેલા કરી દીધી હતી
એર ઈન્ડિયાના આ ડ્રીમલાઈનર પ્લેનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 પેસેન્જર્સ, 10 ક્રૂ અને બે અનુભવી પાઈલટ હતા. પ્લેનમાં સવાર એક જ યાત્રીનો ચમત્કારિક બચાવ થઈ શક્યો. જેની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાની ઠીક 13 દિવસ પહેલા એટલે કે 31 મેના રોજ ગોપાલ શાસ્ત્રી વ્યાસે ફેસબુક પોસ્ટમાં એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી. તેમણે પહેલા જ જણાવી દીધું હતું કે, ખતરનાક દુર્ઘટના થઈ શકે છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું, "7 જૂન બાદ ભારત સહિત કેટલાય દેશોમાં પ્લેન ક્રેશ થવાની ઘટનાઓ થશે. આવો કોઈ દેશ ભારત, અમેરિકા, ચીન, ફ્રાન્સ, યૂકેના મોટા અને પ્રસિદ્ધ વ્યક્તિનું મોત પણ પ્લેન દુર્ઘટનામાં અથવા સામાન્ય રીતે થવાનો પૂર્ણ યોગ (સેનાના મોટા અધિકારી)." આટલી સટીક ભવિષ્યવાણી બાદ લોકો ચોંકી ગયા છે.
તો વળી આ પોસ્ટ પર લોકો ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને અત્યાર સુધીમાં 900થી વધારે લોકો આ પોસ્ટ પર કોમેન્ટ કરી ચૂક્યા છે. તો વળી આ પોસ્ટને અઢી હજારથી વધારે વખત શેર કરાઈ છે. જો કે, જ્યારે તમે આ પોસ્ટનું કોમેન્ટ સેક્શન જોશો તો આપ સમજી જશો કે લોકો બે ધડામાં વહેંચાઈ ચૂક્યા છે. અમુક લોકો તેને જ્યોતિષ વિદ્યાની શક્તિનું પ્રદર્શન ગણાવી રહ્યા છે, તો વળી બીજી તરફ અમુક લોકો આ પોસ્ટને બાદમાં એડિટ કરી હોવાનું ગણાવી ફેક કહી રહ્યા છે. આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં કેટલાય લોકો આ પોસ્ટને ફેક અથવા એડિટેડ હોવાની વાત કહે છે.
જ્યારે પોસ્ટ પર એક યુઝરે તેને જ્યોતિષની તાકાત ગણાવી હતી. એક યુઝરે કોમેન્ટ કરી કે, "આ સનાતન પંચાંગની પરિભાષા છે." અમુક લોકો કોમેન્ટમાં ફલિત જ્યોતિષ અધ્યયન વિદ્યાની મજાક કરી રહ્યા છે અથવા એડિટ પોસ્ટ કહી રહ્યા છે, તેમને જણાવી દઈએ કે, "વર્તમાન ગ્રહ ગોચરમાં કેતુ-મંગળની યુતિ જે 7 જૂનથી બની રહી છે, તે જ અધ્યયનના હિસાબથી અને પોતાના ઈષ્ટની પ્રબળતાથી ભારતના ખૂબ જ મર્મજ્ઞ વિદ્વાનોએ પણ સંકેત આપ્યા છે." તો વળી બીજા યુઝરે લખ્યું કે, "આ પોસ્ટ એડિટ નથી કરી, પોસ્ટ જો એડિટવાળી હોત તો એડિટ હિસ્ટ્રીવાળું ઓપ્શન જરૂરથી દેખાતું હોત." વળી એક યુઝરે લખ્યું કે, "દાદા આપની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ. તમે જો વધારે સટીક વાત કરી હોત તો નુકસાન રોકી શક્યા હોત."
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
