<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

આસામ સરકારના 'દેખો ત્યાં ઠાર 'ના આદેશ પર હોબાળો: મૌલાના રઝવીએ કહ્યું - લઘુમતીઓને નિશાન બનાવાય છે

આસામ સરકારે ધુબરી જિલ્લામાં મંદિરો પર સંભવિત હુમલાઓને રોકવા માટે 'દેખો ત્યાં ઠાર' કરવાનો આદેશ જારી કર્યો:આ કઠોર પગલાથી દેશભરમાં વિવાદ: NRC પછી મુસ્લિમોને રાજ્યમાંથી બહાર કાઢવાનું આ કાવતરું ગણાવી કેન્દ્ર સરકાર પાસેથી હસ્તક્ષેપની માંગ કરી ઉઠી

 

 

         ફોટો  ghubari 

આસામના ધુબરી જિલ્લામાં મંદિરો પર સંભવિત હુમલાઓ અંગે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ વહીવટીતંત્રને આદેશ આપ્યો છે કે જો કોઈ વ્યક્તિ મંદિરો પર હુમલો કરવાનો અથવા જાહેર સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તો તેને જોતાં જ ગોળી મારી દેવી જોઈએ. સરકારના આ આદેશ બાદ દેશભરના રાજકીય અને ધાર્મિક સંગઠનોમાં રોષ અને ચર્ચા તીવ્ર બની છે.  

    આ આદેશ પર ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. રઝવીએ કહ્યું કે આસામ સરકારનું આ પગલું લઘુમતીઓને ડરાવવા અને નિશાન બનાવવાની સુનિયોજિત રણનીતિનો ભાગ છે. તેમણે મુખ્યમંત્રી શર્મા પર શરૂઆતથી જ મુસ્લિમ સમુદાય પ્રત્યે દુર્ભાવનાપૂર્ણ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો

    તેમણે દાવો કર્યો હતો કે NRC દ્વારા જેમના નામ યાદીમાં નહોતા આવ્યા તેમને રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હવે મંદિરો પર હુમલાનું બહાનું બનાવીને મુસ્લિમ સમુદાયને હિંસા માટે નિશાન બનાવવામાં આવી રહ્યો છે. રઝવીએ મંદિરો પર હુમલાના ભયને સંપૂર્ણપણે પાયાવિહોણો અને ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં દરેક ધર્મના અનુયાયીઓ અન્ય ધર્મોના સ્થળોનું સન્માન કરે છે અને ધાર્મિક હિંસા એ કોઈ ધર્મનું શિક્ષણ નથી. આ આરોપ ફક્ત મુસ્લિમોને બદનામ કરવા અને તેમની સામે કાર્યવાહી કરવા માટેનું બહાનું છે

  

રઝવીએ કહ્યું કે ગોળી મારીને મારી નાખવા જેવા આદેશો બંધારણ અને કાયદાની વિરુદ્ધ છે. આ પગલું ન્યાયિક પ્રક્રિયાની અવગણના કરે છે અને લોકશાહી મૂલ્યોને નુકસાન પહોંચાડે છે. કેન્દ્ર સરકાર પાસેથી હસ્તક્ષેપની માંગ કરતા તેમણે કહ્યું કે લઘુમતીઓના બંધારણીય અધિકારોનું રક્ષણ થવું જોઈએ. ધુબરી આસામનો મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે અને આવા વિસ્તારોમાં આવા કડક વહીવટી પગલાં અંગે દેશમાં એક નવા પ્રકારની ચર્ચા શરૂ થઈ છે.

મૌલાના રઝવીએ આરોપ લગાવ્યો કે આ બધું મુસ્લિમોને આસામમાંથી બહાર કાઢવાની રણનીતિનો ભાગ છે. તેમણે કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવા અને રાજ્ય સરકારને પક્ષપાતી અને કઠોર પગલાં લેતા અટકાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે દેશમાં ધાર્મિક સૌહાર્દ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંવેદનશીલ અને સંતુલિત નીતિ અપનાવવી પડશે

(8:31 PM IST)