તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Saturday, 14th June 2025
ફ્લાઇટમાં સૌથી વધુ મુસાફરો પાટીદાર સમાજના હતા
ફ્લાઇટમાં ૭૫થી વધુ મુસાફરો પાટીદાર સમાજના હતા, જેમાંથી ૬૦ મુસાફર ભારતીય નાગરિક હતા

અમદાવાદ,તા.૧૪: અકસ્માતગ્રસ્ત અમદાવાદ-લંડન ફ્લાઇટમાં સૌથી વધુ પાટીદાર સમાજના લોકો હોવાનું જણાયું છે. ફ્લાઇટમાં ૭૫થી વધુ મુસાફરો પાટીદાર સમાજના હતા, જેમાંથી ૬૦ મુસાફર ભારતીય નાગરિક હતા અને ૧૭ મુસાફર બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા હતા. એક મુસાફર કેનેડાનું નાગરિકત્વ ધરાવતો હતો. બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરતાં લુબી પમ્પ્સ પ્રાઇવેટ લિમિટેડના સુભાષચંદ્ર અમીન અને તેમનાં પત્ની આરતી અમીન તથા તેમના સાળા રાજપથ ક્લબના ડિરેક્ટર દિલીપ પટેલ અને તેમનાં પત્ની મીના પટેલ સહિત કુલ આઠ પાટીદાર સમાજના મુસાફર હતા.(૪૦.૪)
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
