<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

અમદાવાદ પ્લેન ક્રેશ : મેસ બિલ્ડિંગમાંથી વધુ એક મૃતદેહ મળ્યો :મેડિકલ સ્ટુડન્ટનો હોવાની શક્યતા

ફાયરવિભાગે માનવ અંગો રિકવર કર્યા: એક પેટની નીચેના ભાગનો હિસ્સો અને બે હાથના પંજા મળી આવ્યા

 

અમદાવાદમાં ગુરુવારે એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતા 250 કરતાં વધુ લોકોના મોત નીપજ્યા છે. ત્યારે હજુ પણ કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા છે.

ફ્લાઇટ ક્રેશ થઈ હતી તે મેસ બિલ્ડિંગમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. હાલ આ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ મૃતદેહ મેડિકલ સ્ટુડન્ટનો હોવાની શક્યતા છે.

ગઈકાલે પણ ફાયરવિભાગે માનવ અંગો રિકવર કર્યા હતા. એક પેટની નીચેના ભાગનો હિસ્સો અને બે હાથના પંજા મળી આવ્યા હતા. એક માથાનો ભાગ પણ ગઈકાલે મળી આવ્યો હતો.

(2:15 PM IST)