<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

અમુક લોકો દ્વારા અફવાઓના ભાગરૂપે અમદાવાદ મેડિકલ કોલેજના વિધાર્થીઓ તેમજ રેસિડેન્ટ ડૉક્ટરોના ઊંચા મૃત્યુદરનો આંક દર્શાવવામાં આવી રહેલ છે આ અફવા પર ધ્યાન ના આપવું : JDA-BIMCની સ્પષ્ટતા

દુર્ઘટનામાં ઘાયલ કુલ 20 MBBSના વિધાર્થીઓ પૈકી 11 વિધાર્થીઓ સ્વસ્થરૂપ ડિસ્ચાર્જ થયેલ છે સુપર સ્પેશિયાલીટીના અતુલ્યમ બિલ્ડિંગમાં રહેતા ડોક્ટરોના પરિવારજનો પૈકી 4 ના દુઃખદ મૃત્યુ થયા છે

અમદાવાદ તા.૧૪ : ગત 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતું AIR ઈન્ડિયાનું AI171 પ્લેન બી. જે મેડિકલ કોલેજના મેસના બિલ્ડિંગ પર પડ્યું હતું. આ પછી પ્લેનમાં આગ લાગતા તેમાં સવાર લોકો અને બિલ્ડિંગમાં લંચ કરતાં 4 MBBSના સ્ટુડન્ટ્સ મોત અને 20 ઈજાગ્રસ્ત થયા હતા. આ બાબતે JDA-BIMCએ સ્પષ્ટતા કરી કહ્યું છે કે, અમુક લોકો દ્વારા અફવાઓના ભાગરૂપે મેડિકલ કોલેજના વિધાર્થીઓ તેમજ રેસિડેન્ટ ડૉક્ટરોના ઊંચા મૃત્યુદરનો આંક દર્શાવવામાં આવી રહેલ છે. આ અફવા પર ધ્યા ના આપવું.

હાલમાં બનેલા પ્લેન ક્રેશ દુર્ઘટનાને અનુલક્ષી, JDA-BIMC સ્પષ્ટતા કરે છે કે બી. જે. મેડિકલ કોલેજના મેસ બિલ્ડિંગમાં લંચ લેતા કુલ 4 MBBSના વિધાર્થીઓના દુઃખદ મૃત્યુ થયેલા છે. દુર્ઘટનામાં ઘાયલ કુલ 20 MBBSના વિધાર્થીઓ પૈકી 11 વિધાર્થીઓ સ્વસ્થરૂપ ડિસ્ચાર્જ થયેલ છે. સુપર સ્પેશિયાલીટીના અતુલ્યમ બિલ્ડિંગમાં રહેતા ડોક્ટરોના પરિવારજનો પૈકી 4 ના દુઃખદ મૃત્યુ થયા છે. ઉપરાંત સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગમાં 1 રેસિડેન્ટ ડૉકટરના પત્ની ઘાયલ થયા હોય સારવાર હેઠળ છે. દાખલ સર્વેની હાલની સ્થિતિ સ્થિર છે અને ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.

હાલના આ વિકટ સંજોગોમાં અમુક લોકો દ્વારા અફવાઓના ભાગરૂપે મેડિકલ કોલેજના વિધાર્થીઓ તેમજ રેસિડેન્ટ ડૉક્ટરોના ઊંચા મૃત્યુદરનો આંક દર્શાવવામાં આવી રહેલ છે, તો તેનાથી ભમિત ના થવા અને અફવાને વધુ ના ફેલાવવા માટે અમે સૌને અપીલ કરીએ છીએ. JDA-BJMC દરેક દુર્ઘટનાગ્રસ્ત પ્રત્યે ખેદ અનુભવે છે. તેમજ તેમના પરિવારજનોને આશ્વાસન પાઠવે છે.

(3:40 PM IST)