<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

પત્‍ની પ્રેમી સાથે ભાગી, પતિએ પ્રેમીના માતાની હત્‍યા કરી

યુપીના કાસગંજની ઘટના, માતાને બચાવવાના પ્રયાસમાં પુત્રી પણ ઘાયલ

 

 

કાસગંજ,તા.૧૬: ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લામાં એક ખતરનાક ઘટના બની છે. અહીં એક મહિલાને તેનો પ્રેમી ભગાડીને લઈ ગયો હતો. જેના કારણે ગુસ્‍સે ભરાયેલા મહિલાના પતિએ તેના પ્રેમીની માતાની હત્‍યા કરી દીધી હતી. આ દરમિયાન બચાવમાં આવેલી પ્રેમીની બહેન પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે. પોલીસે પતિની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

પત્‍નીને લઈ જવાના ગુસ્‍સામાં યુવકે પોતાના સાથીઓ સાથે મળીને પત્‍નીના પ્રેમીની માતાનું પાવડાથી ગળા કાપીને હત્‍યા કરી દીધી. આ ઘટના શનિવારે બની હતી.  આ ઘટનાની જાણ થતાં જિલ્લાના એસએસપી અને સીઓ ફોર્સની સાથે ઘટનાસ્‍થળે પહોંચ્‍યા હતા. ફોરેન્‍સિક ટીમને પણ બોલાવી હતી. તપાસ પછી પોલીસે મળતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે મોકલ્‍યા છે. આ મામલામાં પોલીસે બે વ્‍યક્‍તિની સામે ફરિયાદ નોંધી છે.

મુખ્‍ય આરોપી હિતેન્‍દ્ર ઉર્ફે જીતુની ધરપકડ કરાઇ છે.  પોલીસના કહેવા મુજબ ઇતવારપુરમાં ચંદ્રકલી(૪૫) પત્‍ની પ્રવીણ કુમાર, મા અનારકલી અને પુત્રી મંજુ સાથે રહેતી હતી. લગભગ ૯ મહિના પહેલા ચંદ્રકલીનો પુત્ર સત્‍યેન્‍દ્ર નજીકના ભોગપુર ગામના રહેવાસી જીતુની પત્‍ની રૂબીને લઈને ભાગી ગયો હતો.  ત્‍યાર પછી જીતુ પોતાની પત્‍નીને શોધી રહ્યો હતો. આ મામલામાં જીતુએ પોલીસ ફરિયાદ પણ કરી હતી.(૪૦.૧૦)

(9:49 AM IST)