બનારસ સ્ટેશન બહાર પાર્કિંગમાં બાઇકનું ૨૪ કલાકનું ભાડું રૂ.૨૪૦૦!
ઉઘાડી લૂંટઃ દેશમાં કદાચ સૌથી મોઘું સાયકલ-બાઈકનું પાર્કિંગ બનારસ રેલવે સ્ટેશન પર છે : એક સામાજિક કાર્યકરે રેલવેના અધિકારીઓને ફરિયાદ કરી

વારાણસી,તા.૧૬: પૂર્વોત્તર રેલવેના બનારસ સ્ટેશન પર સાયકલ અને દ્વિચક્રી સ્ટેન્ડ સહિત કાર ર્પાકિંગમાં લૂંટ થઈ રહી છે. પ્રથમ અને દ્વિતીય પ્રવેશ દ્વાર પર ર્પાકિંગ સંચાલકો મનસ્વી વલણ અપનાવી રહ્યા છે. પ્રથમ પ્રવેશ દ્વારના સ્ટેન્ડ પર બાઇકનું ૨૪ કલાકનું ભાડું રૂપિયા ૨૪૦૦ લેવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં એક સમાજસેવીએ રેલવેના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી છે. આ મામલામાં સીનિયર ડીસીએમે તપાસના આદેશ આપ્યા છે.
તેમણે રેલ અધિકારીઓને જણાવ્યું કે પ્લેટફોર્મ નંબર એક તરફના વાહન સ્ટેન્ડ બાઇકનું ભાડું ૨૪ કલાકનું રૂપિયા ૨૪૦૦ નક્કી છે. એટલે પ્રતિ કલાક રૂપિયા ૧૦૦ વસૂલવામાં આવી રહ્યા છે. ૨૪ કલાક માટે સાયકલનું ભાડું રૂપિયા ૧૨૦૦ લેવામાં આવી રહ્યું છે.
પ્રથમ અને દ્વિતીય પ્રવેશ દ્વારના વાહન ર્પાકિંગના ચાર્જમાં ફર્ક છે. આટલું મોંઘા દર આヘર્યજનક છે અને આ એક ગંભીર મુદ્દો છે. કદાચ, આટલા ઊંચા દર કોઈ પણ રેલવે સ્ટેશન પર નથી. આ સાથે સમાજસેવીએ મશીનથી ભાડાની રિસિપ્ટની માં કરી છે.
યાત્રીઓનો આક્ષેપ છે કે બનારસ સ્ટેશનના દ્વિતીય પ્રવેશ દ્વાર પર કાર ર્પાકિંગમાં ગેરકાયદે વસૂલાત કરાઈ રહી છે. પિક એન્ડ ડ્રોપનું પણ પાલન થઈ રહ્યું નથી. વિરોધ કરવા પર ર્પાકિંગ સંચાલક દ્વારા ગેરવર્તણૂંક કરવામાં આવી રહી છે. બીજી તરફ, દ્વિતીય પ્રવેશ દ્વાર પર મુખ્ય રોડથી અડીને આવેલા ક્ષેત્રમાં પણ ગેરકાયદે ર્પાકિંગ કરાઈ રહ્યું છે અને સંચાલકો રસીદ આપી રહ્યા છે.(૪૦.૮)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
