<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

સાઉદી અરેબિયાએ ૧૪ દેશ પરથી વિઝા પ્રતિબંધ હટાવ્‍યો

ભારતને થશે મોટો ફાયદો! ૨૬ લાખથી વધુ શ્રમિક માટે આ રાહતના સમાચાર

 

 

રિયાધ,તા.૧૬: હજ ૨૦૨૫ની સમાપ્તિ થઈ ચૂકી છે ત્‍યારે અગાઉ સાઉદી અરબ સરકારે ભારત સહિત ૧૪ દેશ પર બ્‍લોક વર્ક વિઝા હંગામી પ્રતિબંધ લગાવ્‍યો હતો, જે હવે આ યાત્રા પૂર્ણ થયા બાદ તેને પરત ખેંચી લેવામાં આવ્‍યો છે. સાઉદીના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે આ નિર્ણયની પુષ્ટિ કરી છે. આ નિર્ણયથી લાખો પ્રવાસી શ્રમિકોને રોજગારની નવી તકો મળશે, ખાસ કરીને ભારતના ૨૬ લાખથી વધુ શ્રમિક માટે આ રાહતના સમાચાર છે. આ પગલું સાઉદીના શ્રમ બજારને વધુ ગતિશીલ બનાવશે.

પ્રતિબંધ હટાવવાની જાહેરાત

સાઉદી અરેબિયાએ જાન્‍યુઆરી ૨૦૨૫માં હજ દરમિયાન ભીડ અને અવ્‍યવસ્‍થા ટાળવા માટે બ્‍લોક વર્ક વિઝા પર અસ્‍થાયી રોક લગાવી હતી. હવે હજ-૨૦૨૫ પૂર્ણ થતાં આ પ્રતિબંધ હટાવવામાં આવ્‍યો છે, જેનો લાભ ભારત, પાકિસ્‍તાન, બાંગ્‍લાદેશ, મિસર, ઇથિયોપિયા, ઇન્‍ડોનેશિયા, ઇરાક, જોર્ડન, મોરોક્કો, નાઇજિરિયા, સુદાન, ટયુનિશિયા, યમન અને અલ્‍જિરિયાને મળશે. આ નિર્ણયથી રદ કરાયેલી અથવા સ્‍થગિત નોકરીઓ ફરી શરૂ થશે.

બ્‍લોક વર્ક વિઝા એટલે શું?

બ્‍લોક વર્ક વિઝા એ સાઉદી અરેબિયાની એક વિઝા પ્રણાલી છે, જે દેશની કંપનીઓને ચોક્કસ સંખ્‍યામાં વિદેશી કામદારોની ભરતી કરવાની મંજૂરી આપે છે. આ વિઝા મુખ્‍યત્‍વે બાંધકામ અને સેવા ક્ષેત્રની મોટી કંપનીઓ માટે ઉપયોગી છે, જે પૂર્વ-મંજૂર સંખ્‍યામાં કામદારોની ઝડપી ભરતી માટે વપરાય છે. આ પ્રણાલી વિઝા પ્રક્રિયાને સરળ અને સંરચિત બનાવે છે. હજ દરમિયાન આ પ્રણાલી પર રોક લગાવવામાં આવી હતી, કારણ કે કેટલાક વિઝાધારકો હજ માટે ગેરકાયદે મુસાફરી કરતા હતા.

ગેરકાયદે હજયાત્રીને રોકવાનો આશય

હવે તમને જણાવી દઈએ કે, હજ ૨૦૨૪ દરમિયાન ગરમી અને અવ્‍યવસ્‍થાને કારણે મળત્‍યુની ઘટનાઓમાં વધારો નોંધાયો હતો, જેનું મુખ્‍ય કારણ ગેરકાયદે હજ યાત્રીઓ હતા. આને રોકવા સાઉદી સરકારે વર્ક વિઝા અને મક્કા પ્રવેશ પર કડક નિયંત્રણો લાદ્યા હતા. હવે પ્રતિબંધ હટવાથી લાખો કુશળ શ્રમિકોને રોજગારની તક મળશે. ભારત માટે આ ખાસ ફાયદાકારક છે, કારણ કે સાઉદીમાં ભારતીય શ્રમિકોની સંખ્‍યા વધી રહી છે, જેનો વળદ્ધિ દર ૧૦ ટકાથી વધુ છે.(૪૦.૨)

(9:53 AM IST)