તા. ૩૧ જુલાઇ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૭ ગુરૂવાર
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૭૪
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ- ૭૪:‘‘ હે શકિત સમસ્ત તેજોમય અંતરિક્ષ મારા મસ્તકમાં સમાયેલું છે, એવો ભાવ કરો''
પહેલુ ચરણઃ સુતી વખતે જયારે તમે સુવા જાઓ તો પથારીમાં આડા પડો,આંખો બંધ કરો અને મહેસુસ કરો કે તમારા પગ કયાં છે. જો તમે પાંચ ફુટ કે છ ફુટ લાંબા છો બસ એ મહેસુસ કરો કે પગ કયાં છે. એની સીમા શું છે અને પછી ભાવ કરો કે મારી લંબાઇ છ ઇંચ વધી ગઇ છે, હું છ ઇંચ લાંબો થઇ ગયો છું આંખો બંધ રાખેલા રહીને બસ એવો ભાવ કરો. કલ્પનામાં મહેસુસ કરો કે મારી લંબાઇ છ ઇંચ વધી ગઇ છે.
પછી બીજુ ચરણઃ પોતાના મસ્તકનો અનુભવ કરો કે તે કયાં છે.ભીતર-ભીતર અનુભવ કરો કે કયાં છે. અને પછી ભાવ કરો કે માથુ પણ હવે છ ઇંચ મોટું થઇ ગયુ છે. જો તમે આટલું કરશો તો વાત ઘણી સહેલી બની જશે. પછી એને વધુ મોટું કરો. ભાવ કરો કે તમે બાર ફૂટ લાંબા થઇ ગયા છો અને આખા ઓરડામાં ફેલાઇ ગયા છો. હવે તમે કલ્પનામાં દિવાલોને અડકી રહ્યા છો. તમે આખા ઓરડાને ભરી દીધો છે અને વારાફરતી ભાવ કરો કે તમે એટલા ફેલાઇ ગયા છો કે આખું મકાન તમારા અંદર આવી ગયું છે. જો તમે એક વખત ભાવ કરવાનું જાણી લીધું તો એ બહુ સહેલું છે. જો તમે છ ઇંચ વધી શકો તો ગમે તેટલા પણ વધી શકો છો. જો તમે ભાવ કરી શકયા કે હું પાંચ ફુટ નહી છ ફુટ લાંબો છું તો પછી કશું કઠણ નથી. ત્યારે આ વિધિ બહુ જ સહેલી છે.
પહેલા ત્રણ દિવસ લાંબા હોવાનો ભાવ કરો અને પછી ત્રણ દિવસ ભાવ કરો કે હું એટલો મોટો થઇ ગયો છું કે ઓરડાને ભરી દીધો. આ ફકત કલ્પનાનું પ્રશિક્ષણ છે. પછી બીજા ત્રણ દિવસ એ ભાવ કરો કે મે . ફેલાઇને આખા ઘરને ઘેરી લીધુ છે, પછી ત્રણ દિવસ એ ભાવ કરો કે હું આકાશ થઇ ગયો છું ત્યારે આ વિધી ઘણી સહેલી થઇ જશે.
ત્યારે તમે આંખો બંધ કરીને અનુભવ કરી શકો છો કે આખું આકાશ, આખું અસ્તિત્વ તમારા મસ્તકમાં સમાહિત છે અને જે ક્ષણમાં તમને એ અનુભવ થાય છે ત્યારે વિલીન થવા લાગો છો કારણ કે મન ઘણી ક્ષુદ્રતામાં જીવે છે. આકાશ જેવા વિસ્તારમાં મન ટકી શકતું નથી. તે ખોવાઇ જાય છે. એ મહાવિસ્તારમાં મન અસંભવ છે. મન ક્ષુદ્ર અને સીમીતમાં જ હોઇ શકે છે. એટલા વિરાટ આકાશમાં મનને જીવવા માટે જગા જ મળતી નથી.
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
