<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ભારતમાં મોબાઈલ ફોનનો આજે જન્‍મદિવસ : ૩૧મી જુલાઈ ૧૯૯૫થી શરૂ થઇ ઐતિહાસિક ડિજિટલ યાત્રા : પહેલો મોબાઈલ ફોન કલકત્તાથી દિલ્‍હી થયો હતો : કેન્‍દ્રીય દુરસંચાર મંત્રી સુખરામ જી અને જ્‍યોતિ બાસુ વચ્‍ચે થઇ હતી પ્રથમ વાતચીત : સાદા ફીચર્સ થી લઇ એ.આઈ સક્ષમ સુધીના સ્‍માર્ટફોન આજે વપરાશમાં : ૨જીથી લઇ ૫જી સુધીની અનેરી સફર : નોકિયા,મોટોરોલા અને બ્‍લેકબેરીની હતી બોલબાલા : કર લો દુનિયા મુઠ્ઠી મેંના નારા સાથે ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ સર્જી હતી ધીરૂભાઈ અંબાણીએ : ગરીબ અને મધ્‍યમવર્ગ માટે નજીવા દરે લાવ્‍યા હતા મોબાઈલ હેન્‍ડસેટ : દેશના ઘરે ઘરે મોબાઈલ ફોન પહોંચાડયો રિલાયન્‍સે અને હવે દેશના ખૂણે ખૂણે ઈન્‍ટરનેટ ની સુવિધા પુરી પડે છે જીઓ : એક સમયનો સ્‍ટેટસ સિમ્‍બોલ ‘મોબાઈલ' હવે બન્‍યો છે ભારતીયોની લાઈફલાઈન : ૩ દાયકાની સફરમાં છેલ્‍લા ૧૧ વર્ષમાં થયેલ પ્રગતિમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો સિંહફાળો : આજે ભારત વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું ટેલિકોમ બજાર બન્‍યું છે : વિશ્વના મોબાઈલ માર્કેટમાં મેક ઈન ઇન્‍ડિયા હેઠળ બનેલા મોબાઈલનો અનેરો દબદબો3:07 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના 7 વિભાગોના રૂ.1 લાખ 74 હજાર કરોડથી વધુના વિકાસલક્ષી 32 જેટલા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી : મુખ્ય સચિવની ઉપસ્થિતિમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકનો ઉપક્રમ યોજતા મુખ્યમંત્રી : વિકાસલક્ષી બધા જ પ્રોજેક્ટ્સ સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત ધોરણે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરીએઃ મુખ્યમંત્રી : મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પ્રક્રિયા : ખાવડાનો રિન્યુએબલ એનર્જી પાર્ક : સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના 1 થી 6 ફેઈઝની પ્રગતિ : સુરતના ડ્રીમ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ડેવલપમેન્ટ માટે સબમિટ કરાયેલો માસ્ટર પ્લાન : કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટી સહિતના મુખ્યત્વે પ્રોજેક્ટ્સની સમીક્ષા2:17 PM IST

ગુજરાતમાં વાર્ષિક ૧૮૩ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે દેશમાં ચોથા ક્રમે : રાઘવજીભાઈ પટેલ : પશુપાલન મંત્રીએ રૂ. ૧૯.૯૮ કરોડના ખર્ચે નવનિર્મિત રાજ્યની વિવિધ ૩૧ પશુ સારવાર સંસ્થાનું ઈ-લોકાર્પણ કર્યું : પશુ સારવાર અંગેના એક દિવસીય ટેક્નીકલ સેમિનારનો પશુપાલન મંત્રીએ ગાંધીનગર ખાતે પ્રારંભ કરાવ્યો : ગુજરાતને પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર રાખવામાં આ સેમીનાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે: પશુપાલન મંત્રી : કૃત્રિમ બીજદાનની તાલીમ પૂર્ણ કરેલા ૨૧૭ MAITRI ટેકનીશીયનને કીટ અને પ્રમાણપત્ર અર્પણ : રાજ્યની વેટરનરી કોલેજોના ૩૧ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને “સ્ટુડન્ટ ઓફ ધ યર”નું સન્માન : સેમિનારમાં લમ્પી સ્કિન ડિસીઝ સહિતના વિવિધ રોગચાળા અંગે વિસ્તૃત ચર્ચા 3:49 PM IST