News of Monday, 16th June 2025
બ્રહ્મલીન પૂ.દયાનંદગીરીજી મહારાજ પ્રત્યે વિજયભાઇ રૂપાણીને ખૂબ જ આસ્થા હતી

રાજકોટ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ શ્રી મહાકાળી માતાજી મંદિરના મહંત બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીજી મહારાજના આશીર્વાદ ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને અંજલીબેન રૂપાણીએ લીધા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી શ્રી મહાકાળી માતાજી અને પૂ. દયાનંદગીરીજી મહારાજ પ્રત્યે ખુબ જ આસ્થા ધરાવતા હતા અને વારંવાર દર્શને પણ આવતા રહેતા હતા. ઉપરોકત ફાઇલ તસ્વીરમાં પૂ. દયાનંદગીરી મહારાજ અને પૂજય અમરનાથગીરીબાપુ સાથે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શ્રી વિજયભાઇ રૂપાણી, અંજલીબેન રૂપાણી સહિતના નજરે પડે છે. મહાકાળી આશ્રમના હાલના મહંત પૂ. અમરનાથગીરીબાપુએ વિજયભાઇની વિદાય અંગે ઉંડો ખેદ વ્યકત કરી મા કાળી તેમને શાશ્વત શાંતી અર્પે તેવી પ્રાર્થના કરી હતી.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
