<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

અમિતભાઇ શાહ બપોરે ૩-પ૦ વાગ્‍યે વિજયભાઇના ઘરે પહોંચશે સ્‍મશાન યાત્રામાં જોડાશેઃ મુખ્‍યમંત્રી-પ્રધાન મંડળ પણ બપોરે આવશે

અમદાવાદ પ્‍લેન અકસ્‍માતમાં મૃત્‍યુ પામનાર પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇની સ્‍મશાન યાત્રામાં અનેક અધીકારીઓ-મંત્રીઓ આવી રહ્યા છે : રાજયપાલ-સી.આર. પાટીલ પણ મુખ્‍યમંત્રી સાથે જોડાશેઃ રૂષીકેશ પટેલ-હર્ષ સંઘવી બપોરબાદ આવે તેવી શકયતા : રાજકોટ કલેકટરે પ્રોટોકોલ-વ્‍યવસ્‍થા અંગે તમામ પ્રાંત-મામલતદારો સહિત ૧પ૦નો સ્‍ટાફ કામે લગાડયો

 

રાજકોટ તા. ૧૬: અમદાવાદમાં ભયાનક પ્‍લેન દુર્ઘટનામાં રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર શ્રી વિજયભાઇ રૂપાણી તથા અન્‍ય ર૪૦ પ્રવાસીઓના કરૂણ મોત નિપજયા છે, ગઇકાલે DNA ટેસ્‍ટ બાદ આજે સવારે ૧૧ વાગ્‍યે વિજયભાઇના પાર્થીવદેહને સંપુર્ણ માન-સન્‍માન સાથે પરિવારને સુપ્રત કરાયો હતો.

દરમિયાન આજે સાંજે વિજયભાઇની પ વાગ્‍યે અંતિમયાત્રા તેમના નિવાસસ્‍થાનેથી નીકળશે, આખો રૂટ પોલીસ તંત્રે ફાઇનલ કરી જાહેર કર્યો છે.

સ્‍વ. વિજયભાઇની અંતિમયાત્રામાં કેન્‍દ્રિય ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહ, તેમના સચીવો, CRPF ના AC, સ્‍પે. ફોટોગ્રાફર એ.એન.આઇ.ના શ્રી નીરજ અમીતભાઇની સાથે BSF ના વિમાનમાં બપોર પછી આવશે, આ ઉપરાંત રાજયના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્‍દ્રિય જળ સંસાધન મંત્રી શ્રી સી. આર. પાટીલ બપોર બાદ આવશે, આ ઉપરાંત ગુજરાતના મંત્રીઓ સર્વશ્રી રૂષીકેશ પટેલ, શ્રી હર્ષ સંઘવી, તથા પ્રધાન મંડળ, અન્‍ય હાઇલેવલ અધીકારીઓ, પદાધીકારીઓ, સાંસદો, ધારાસભ્‍યો પણ બપોર બાદ આવી રહ્યા છે.

અધીકારી સુત્રોમાંથી મળતી વિગતો મુજબ કેન્‍દ્રિય ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહ, રાજકોટ હિરાસર એરપોર્ટ પર બપોરે ૩-૪૦ વાગ્‍યે આવી પહોંચ્‍યા બાદ ૩-પ૦ કલાકે વિજયભાઇના ઘરે પહોંચશે. તેઓ ૬-પ૦ વાગ્‍યે રામનાથપરા સ્‍મશાન ખાતે જનાર વિજયભાઇની અંતિમયાત્રામાં જોડાશે, અને ત્‍યાંથી તેઓ સીધા રાજકોટ એરપોર્ટ જવા રવાના થશે, શ્રી અમિતભાઇની સાથે કેન્‍દ્રના ગૃહખાતાના વિશેષ અધીકારી વિજયકુમાર ઉપાધ્‍યાય, તેમના પર્સનલ સચિવ શ્રી શીવનાથ મીશ્રા, CRPF ના એડીશ્‍નલ કમીશ્‍નર શ્રી આશીષ મીશ્રા, શ્રી અરૂણ પ્રતાપસિંહ, ફોટોગ્રાફર શ્રી વિશાલ તોમર, ANI ના શ્રી નીરજ પણ આવી રહ્યા છે.

આ ઉપરાંત બપોર બાદ રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી કેન્‍દ્રિય મંત્રી શ્રી સી. આર. પાટી, બપોરે ર-૪પ વાગ્‍યે સ્‍ટેટ એરક્રાફટ દ્વારા હિરાસર એરપોર્ટ પહોંચશે અને ત્‍યાંથી ૩-૪પ વાગ્‍યે તેઓ શ્રી વિજયભાઇ રૂપાણીના નિવાસ સ્‍થાને આવી પહોંચશે અને ૬-૩૦ વાગ્‍યે તેઓ સ્‍મશાન યાત્રામાં જોડાશે, અને સાંજે ૭-૧પ વાગ્‍યે હિરાસર એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થશે.

દરમિયાન બપોર બાદ કેન્‍દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, રાજયના મંત્રીઓ રૂષીકેશ પટેલ, હર્ષ સંઘવી, અન્‍ય પ્રધાનો, હાઇલેવલ અધીકારીઓ, સાંસદો, ધારાસભ્‍યો, ભાજપના પ્રદેશ અને દેશ લેવલના આગેવાનો બપોર બાદ આવી રહ્યા છે.

રાજકોટમાં આજે અનેક મહાનુભાવો હોય કલેકટર તથા પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવાયો છે, કલેકટર શ્રી પ્રભવ જોષીએ પ્રોટોકોલ અને અન્‍ય વ્‍યવસ્‍થા અંગે જુનું એરપોર્ટ, હિરાસર એરપોર્ટ, ગ્રીનલેન્‍ડ ચોકડી, વિજયભાઇના નિવાસસ્‍થાન, રામનાથપરા સ્‍મશાન તથા તમામ રૂટ અંગે તમામ પ્રાંત, ડે. કલેકટરો, મામલતદારો સહિત ૭પ૦નો સ્‍ટાફ કામે લગાડયો છે. (૭.૧૬)

(11:23 AM IST)