હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇરાને રોકેટ - બેલેસ્ટિક મિસાઇલો દ્વારા ઇઝરાયલને હચમચાવ્યું
૭૨ કલાકની જંગમાં ઇરાનમાં ૪૦૦ થી વધુ અને ઇઝરાયલમાં ૧૬ થી વધુના મોત થયા : ઇઝરાયલે ઇરાનના દરેક માળખાકીય અને ટારગેટ પર હુમલો કરીને હંફાવ્યું : ઇરાને હાઇફા રિફાયનરી સહિત ઇઝરાયલના એરબેઝ અને અનેક મહત્વના ઠેકાણાને ધ્વસત કર્યા : ઇરાની લોકો દેશ છોડી રહયા છે

નવી દિલ્હી, તા.૧૬: ઇરાને અને ઇઝરાયલ વચ્ચે ૭૨ કલાકથી જંગ ચાલી રહી છે. ઇઝરાયલે ઇરાનના અનેક મહત્વના ઠેકાણો પર હુમલો કરીને હચમચાવી દીધુ છે. ઇઝરાયલના હુમલાથી ઇરાનમાં અત્યાર સુધીમાં મોતનું તાંડવ જોવા મળ્યુ છે. તેના વળતા જવાબમાં ઇરાને પણ ઇઝરાયલ પર રોકેટ અને મિસાઇલોનો મારો ચલાવીને તૂટી પડયુ છે. ઇરાનના લોકો દેશ છોડીને ભાગી રહયા છે. બંને દેશની જંગ રોકવાનું નામ લઇ રહી નથી. ઇઝરાયલ - ઇરાન જંગની ભયાવહ તસ્વીરો સામે આવી છે. ઇઝરાયલના હુમલાથી ઇરાનના અનેક પ્રમુખોના મોત થયા છે.
તાજા સમાચાર એ છે કે ઓપરેશન ટ્રુ પ્રપ્રોમિસ-III' હેઠળ, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ઈઝરાયલી લક્ષ્યો પર ૧૦૦ થી વધુ બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન છોડ્યા, જેના કારણે તેલ અવીવ, હાઈફા, જેરુસલેમ અને બેન ગુરિયન એરપોર્ટ જેવા મુખ્ય વિસ્તારોમાં ભારે વિનાશ થયો.
ઈરાનના મિસાઈલ હુમલાથી હાઈફાની ઓઈલ રિફાઈનરી અને પાવર પ્લાન્ટને ભારે નુકસાન થયું. આ હુમલાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિસાઈલો પડતાની સાથે જ વિશાળ જ્વાળાઓ ઉછળતી જોઈ શકાય છે. ઈઝરાયલી મીડિયા અનુસાર, હાઈફા નજીક અરબ શહેર તામ્રામાં બે માળની ઈમારત પર મિસાઈલ પડતાં એક વ્યક્તિનું મોત થયું અને ૧૩ લોકો ઘાયલ થયા.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વધુ વિનાશક બની રહ્યું છે. ઈરાનનું વલણ દર કલાકે અને દર મિનિટે બદલાઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે ઈરાને શરૂ કરેલો હુમલો હજુ પણ ચાલુ છે. એક પછી એક મિસાઈલ હુમલાથી ઈઝરાયલ હચમચી ગયું છે, અને ઈઝરાયલી હુમલાઓ પણ ચાલુ છે. ઈરાની સૈન્યએ કહ્યું કે ઓપરેશન ટ્રુ પ્રોમિસ તેના આગામી તબક્કામાં પ્રવેશી ગયું છે.
ઇઝરાયલી હુમલાઓએ ફરી એકવાર ઈરાનને હચમચાવી નાખ્યું છે. ઈરાની રાજ્ય મીડિયાએ પુષ્ટિ આપી છે કે ઈઝરાયલી હુમલામાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના ગુપ્તચર વડા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ કાઝમી અને તેમના ડેપ્યુટી હસન મોહકિક માર્યા ગયા છે.
ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે સંકળાયેલ ઈરાનની રાજ્ય સમાચાર એજન્સી તતાીમ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે તેહરાનમાં થયેલા આ હુમલામાં IRGC ના ત્રીજા ગુપ્તચર અધિકારી મોહસીન બાઘેરીનું પણ મોત થયું છે. આ હુમલાથી ઈરાનના લશ્કરી માળખાને ભારે ફટકો પડ્યો છે અને દેશની ગુપ્તચર વ્યવસ્થા પણ તેનાથી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.
આ દરમિયાન, ઈઝરાયલી હુમલા શરૂ થયાના થોડા કલાકો પછી, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીને તેહરાનના ઉત્તર-પૂર્વમાં આવેલા લાવિઝાનમાં એક ભૂગર્ભ બંકરમાં લઈ જવામાં આવ્યા છે. ખામેની તેમના સમગ્ર પરિવાર સાથે આ બંકરમાં હાજર છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, એપ્રિલ ૨૦૨૪ અને ઓક્ટોબરમાં ઈરાનના ઈઝરાયલ પરના હુમલા દરમિયાન ખામેનીએ પણ આ બંકરમાં આશરો લીધો હતો.
અહેવાલો અનુસાર, ઇઝરાયલે ઓપરેશનની પહેલી રાત્રે ખામેનીને નિશાન બનાવ્યું ન હતું, જેથી તેમને તેમની યુરેનિયમ સંવર્ધન યોજનાને સંપૂર્ણપણે છોડી દેવાની છેલ્લી તક આપી શકાય. ટાઇમ્સ ઓફ ઇઝરાયલે તેના સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.
ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) એ કહ્યું કે તેણે ઇરાનમાં શષાો બનાવતી શક્તિને લક્ષ્ય બનાવીને મોટા પાયે હવાઈ હુમલા કર્યા. આ હુમલાઓમાં, IRGC, તેની કુદ્સ ફોર્સ અને ઇરાની સેનાના માળખાને નુકસાન થયું હતું. IDF એ કહ્યું, ઇરાનમાં શષાો બનાવતી ઘણી ફેક્ટરીઓને નિશાન બનાવવામાં આવી હતી.
ઇઝરાયલ સતત ઇરાનના નાગરિક વિસ્તારોને પણ નિશાન બનાવી રહ્યું છે, જેના કારણે રાજધાની તેહરાનના લોકો મધ્યરાત્રિએ પણ સલામત સ્થળોએ જતા જોવા મળે છે, જેના કારણે રાત્રે રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ રહે છે.
સોમવારે સવારે ઇરાની હુમલાને કારણે ઇઝરાયલમાં મોટા નુકસાનના અહેવાલો છે. આ હુમલામાં IDF બેઝને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. ઇઝરાયલી ઇમરજન્સી સર્વિસ અનુસાર, હુમલામાં લગભગ ૨૯ લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, અલ-જઝીરાએ ૩ લોકોના મોતના અહેવાલ આપ્યા છે.(૨૩.૧૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
