<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

દ્વારકાને વિકાસ નકશામાં મૂકવામાં સ્‍વ.વિજયભાઈ રૂપાણીનો સિંહ ફાળો રહ્યો

આરંભડા જલારામ મંદિરમાં અગ્રણીઓ દ્વારા માજી મુખ્‍યમંત્રીને ભાવપૂર્ણ શ્રદ્ધાસુમન અર્પણઃ વિજયભાઈએ ભરતભાઈ, આલાપ બારાઈ અને જગદીશભાઈ ગણાત્રા સાથે સ્‍વ.મનસુખભાઈ બારાઈની દરિયાદિલીના પ્રસંગો અવારનવાર વર્ણવતા

 

(આલાપ ભરતભાઈ બારાઈ દ્વારા) ઓખા, તા.૧૬: આરંભડા સ્‍થિત શ્રી જલારામ મંદિરે સ્‍વ. વિજયભાઈ રૂપાણીની પવિત્ર આત્‍માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવામાં આવી. આ પ્રસંગે અનુપમભાઈ બારાઈએ મંદિરમાં પૂજા-અર્ચના કરીને તેમની પવિત્ર સ્‍મળતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

દિવંગત વિજયભાઈ રૂપાણીજીનો શ્રી જલારામ મંદિર, આરંભડા તથા બારાઈ પરિવાર સાથે ખૂબ જ આત્‍મિય અને લાંબો સંબંધ રહ્યો હતો. મંદિરના પૂર્વ ટ્રસ્‍ટી અને રાજકીય-સામાજિક કાર્યકર સ્‍વ. મનસુખભાઈ બારાઈએ વિજયભાઈ રૂપાણીને ૧૯૯૫થી નજીકથી ઓળખતા હતા. તે સમયે મનસુખભાઈ ઓખાના સરપંચ હતાં અને ત્‍યારપછી તેમણે ભાજપના તાલુકા પ્રમુખ તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સેવા આપી હતી. તેમનો વિજયભાઈ સાથે દાયકા જેટલો રાજકીય તથા ધાર્મિક નાતો હતો.

વિજયભાઈ રૂપાણીના મુખ્‍યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન, વર્ષ ૨૦૨૦-૨૧ માં દ્વારકામાં ઘણા મહત્‍વપૂર્ણ વિકાસ કાર્યો અમલમાં આવ્‍યા, જેમાં નીચેના કાર્યો ખાસ ઉલ્લેખનીય છેઃ શિવરાજપુર બીચનું આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે વિકસિત (Blue Flag)-Beach તરીકે ઉદ્ધાટન. શિવરાજપુર ટુરિસ્‍ટ ઝોન અને બીચ એડવેન્‍ચર ડેવલપમેન્‍ટ. મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મોજપથી શિવરાજપુર સુધીનો માર્ગ. મકનપુરથી શિવરાજપુર સુધીનો રસ્‍તો. ઓખા મંડળમાં વર્ષોથી વિવાદિત રહી આવેલી જમીનો જમીન હડપ કાયદા હેઠળ મુક્‍ત કરી મૂળ માલિકોને પાછી ફેરવી. ઓખા રેલવે ફલાયઓવર પ્રોજેક્‍ટ.

અહીં ઉલ્લેખનીય છે કે, ઓક્‍ટોબર ૨૦૨૪માં સ્‍વ.વિજયભાઈ રૂપાણીના નિવાસસ્‍થાને સ્‍વ. ભરતભાઈ મનસુખલાલ બારાઈ સાથે શુભેચ્‍છા મુલાકાતે અકિલા પરિવારના સિનિયર પત્રકાર શ્રી જગદીશભાઈ ગણાત્રા તથા શ્રી આલાપ ભરતભાઈ બારાઈ હાજર રહ્યા હતા.

આલાપ બારાઈએ પણ વિજયભાઈ રૂપાણી સાથે અનેક મુલાકાતો કરી હતી. તેઓ વિશ્વ હિન્‍દુ પરિષદ (રાજકોટ પヘમિ)ના પ્રમુખ છે અને સમાજસેવા સાથે રાજકીય ક્ષેત્રે પણ સક્રિય છે.

સ્‍વ. ભરતભાઈ મનસુખલાલ બારાઈ પત્રકારત્‍વ ક્ષેત્રે વર્ષો સુધી કાર્યરત રહ્યા હતા. વિજયભાઈ રૂપાણીના મેયર પદથી લઈને મુખ્‍યમંત્રી પદ સુધીના સમયગાળામાં તેમણે અનેકવાર વિશિષ્ટ ઈન્‍ટરવ્‍યુ માટે મુલાકાત લીધી હતી. આ મુલાકાતો પત્રકારત્‍વની દૃષ્ટિએ પણ મહત્‍વપૂર્ણ રહી હતી. ભગવાન શ્રી દ્વારકાધીશ તથા શ્રી જલારામ બાપાની અનુકંપાથી સ્‍વ. વિજયભાઈ રૂપાણીની પવિત્ર આત્‍માને શાંતિ મળે તેવી હ્રદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ. (રર.ર)

(11:49 AM IST)