<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

નિતીન ભારદ્વાજ પરિવારના પ્રસંગમાં વિજયભાઇ રૂપાણી અને કિરીટભાઇ ગણાત્રાની હાજરીની શોભા : મધુર યાદો ચિરંજીવી

 

સ્‍વર્ણિમ સંભારણા : ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી હવે આપણી વચ્‍ચે રહ્યા નથી પણ તેમના સંભારણા ચિરંજીવ બની ગયા છે. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાની સાથે વિજયભાઇનો જીવંત સંપર્ક રહેલ. વિજયભાઇના ખાસ સાથીદાર અને ભાજપના અગ્રણી શ્રી નીતિનભાઇ ભારદ્વાજ પરિવાર દ્વારા દર શ્રાવણ માસમાં ભૂદેવો અને ભક્‍તો માટે શીવજીના સાનિધ્‍યમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. રૂપાણી પરિવાર અને ભારદ્વાજ પરિવાર સાથે અકિલા પરિવારનો દાયકાઓથી નેહ નીતરતો નાતો છે. શ્રાવણ માસના આવા એક પ્રસંગે શ્રી કિરીટભાઇ અને વિજયભાઇ અને અંજલીબેન મળેલા તે વખતની આ તસ્‍વીરો છે. આ પ્રસંગોમાં સ્‍વ. શ્રી અભયભાઇ ભારદ્વાજ, શ્રીમતિ અલ્‍કાબેન ભારદ્વાજ, શ્રી નિતીનભાઇ ભારદ્વાજ, શ્રીમતિ વંદનાબેન નિતીનભાઇ ભારદ્વાજ, શ્રીમતિ રક્ષાબેન બોળીયા, શ્રી રમેશભાઇ રૂપાપરા, શ્રી મનીષભાઇ રાડીયા, શ્રી કમલેશભાઇ મીરાણી, શ્રી ભુપતભાઇ બોદર, શ્રી ગુણુભાઇ ડેલાવાળા, શ્રી ધનસુખભાઇ ભંડેરી, ડો. જૈમનભાઇ ઉપાધ્‍યાય, શ્રી પુષ્‍કરભાઇ પટેલ, શ્રી ભરતભાઇ બોઘરા વગેરે નજરે પડે છે. (ફાઇલ તસ્‍વીરોઃ સંદીપ બગથરિયા અને અશોક બગથરિયા)

 

(11:49 AM IST)