News of Monday, 16th June 2025
મારી પ્રગતિમાં વિજયભાઇનું મોટું યોગદાન
મારી સારવાર માટે વિજયભાઇએ તુરંત રૂપિયા આપી દીધા હતાઃ દિનેશ કારીયા

રાજકોટઃ ભાજપ અગ્રણી દિનેશભાઇ કારીયાએ વિજયભાઇ સાથેના સંસ્મરણો યાદ કરતા જણાવેલ કે, વિજયભાઈ રૂપાણી માટે શું લખવું અને શું નો લખવું મારી જીંદગી રૂપાણી સાહેબ ખુબ જ મહત્વ છે હું જયારે શીશુ વયનો હતો મારા પપ્પા સાથે જુનો નાતો હતો અમે કોટક શેરી ૪ નંબર શેરી માં રહેતા અને વિજયભાઈ કોટક શેરી ૭ નંબર શેરી ના ખુણે રહેતાં હતાં. દરરોજ સવારે લાખાજીરાજ શાખા જતા, મારી ઉંમર ૧૪ વર્ષ હતી દરોજ સવારે શાખા લઇ જતા મારી રૂમ નાની હતી અને મમ્મી પપ્પા અને ચાર ભાઈબહેન એમ ૬ લોકો હતા,હું બહાર રેકડી માં ગાદલું નાખી સુતો દરરોજ સવારે મારી ચાદર ખેંચે અને ચાલ શાખાએ એમ કહી દરોજ હું એમની સાથે શાખા મા જતો
સાહેબ જયારે કોર્પોરેશન ચુંટણી લડીયા અને જીતીયા એ સમય થી મને ભાજપ સાથે જોડાયો ત્યાર થી લઇને આજ સુધી રૂપાણી સાહેબ કાયમ એક નાના ભાઇ જેમ માર્ગદર્શન પુરૂ પાડયું ૧૪ જુલાઈ ૨૦૦૭ મને યાદ છે વડિલ મુરબ્બી શ્રી કીરીટભાઇ ગણાત્રાનો જન્મ દિવસ હતો. હુંભાઇને મળી ને સાંજે ૭-૩૦ ઘરે જતો હતો મને રસ્તામાં જ છાતી માં દુખાવો શરૂ થયો ઘરે પોહચી ને હું વૈશાલી ગોંધીયા હોસ્પિટલ પહોંચ્યા અને તુરંત આઇ સી યુ લઇ ગયા ડો. મુદુલ શર્મા રાજકોટ આવ્યા એને ૪ દિવસ થયા હતા રાજકોટ કોઇને ઓળખતાં ન હોતા મારી એન્જોગ્રાફી કરી અને તુરંત બહાર આવ્યા અને કીધું દિનેશભાઇ સગાંવહાલાં કોણ છે મારો મોટો ભાઇ તરત ગયો ડોક્ટર પાસે ડોક્ટર કીધું દિનેશભાઇ એન્જોપ્લાસ્ટી કરવી પડે એમ છે એમને કહો સ્ટેન્ટ નાંખવો છે એક બે લાખ નો ખર્ચ થશે
આ સમય વિજયભાઈ રૂપાણી ત્યાં હતા અને ડોક્ટર કીધું કે તમારી પાસે જે સારો ર્સ્ટેન્ટ હોય તે નાખજો અને આ મારૂ કાર્ડ છે બીલ મને મોકલી આપજો. ત્યારે સાહેબ રાજયસભા સાંસદ હતા અને ડોક્ટર કીધું આ અમારો ખજાનચી છે અમારો ખજાનો એની પાસે છે. તેવું કહી હસ્યા આ દિવસ હું મારી જીંદગી ક્યારે ન ભુલી શકુ મારો મેડીકલેઇમ હતો.
એક મહિના પછી મારો વિમો પાસ થયને આવ્યો એટલે હું વિજયભાઈ ઘરે ગયો કીધું સાહેબ મારા વિમાની રકમ આવી ગઇ છે એટલે આપને આપવા આવ્યો છુ ત્યારે પણ પુછ્યું વિમા પૈસા છેને ઉછીના નથી લીધાને મેં કીધું ના સાહેબ વિમા ની રકમ આવી છે.
આમ,નાનામાં નાના કાર્યકર્તા ચિંતા કરતા એવા વિજયભાઈ મારી જીંદગી માં પ્રગતિ એમનું ખુબ મોટું યોગદાન છે. સાહેબ આપની કદી ન ભુલી શકાય ઠાકોરજી આપના આત્માને શાંતિ એવી ઠાકોરજી પાસે પ્રાર્થના જય શ્રીકૃષ્ણ
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
