<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

સંવેદનશીલ સરકારના પગલા : લોકો માટે સુખાકારીના ઢગલા

 

મનુષ્‍યના જીવનમાં દરેક પ્રસંગ પ્રથમ વખત બનતો હોય છે પણ તે પ્રસંગને કંઇ રીતે દીપાવવો તે વ્‍યકિતના હાથમાં છે. વિજયભાઇએ પણ ૭ ઓગસ્‍ટ ૨૦૧૬ના રોજ ગુજરાતની પ્રથમવાર ધુરા સંભાળી રાજ્‍યમાં નરેન્‍દ્રભાઇ દ્વારા શરૂ કરાયેલ વિકાસકામોને વેગ આપ્‍યો હતો. ગુજરાતની ૨૦૧૪ની ધારાસભા ચૂંટણીમાં તેઓ રાજકોટ-૬૯ બેઠક ઉપરથી ધારાસભ્‍ય તરીકે જંગી લીડથી ચૂંટાઇ આવ્‍યા હતા. તેઓને ટ્રાન્‍સપોર્ટ, લેબર અને પાણી પુરવઠા મંત્રી તરીકે કેબિનેટ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. તત્‍કાલીન મુખ્‍યમંત્રી આનંદીબેનની રાજ્‍યપાલ પદે થયેલ નિયુકતી બાદ તેઓએ સીએમ તરીકે કાર્યભાર સંભાળ્‍યો હતો. તેમના શાસનકાળમાં મહામારી કોરોનાનો પણ વૈશ્વિક કહેર આવ્‍યો પણ વિજયભાઇએ ‘સંવેદનશીલ' અભિગમ સાથે ‘કોમન મેન' માટે સમગ્ર તંત્રને કામે લગાડી રાજ્‍યના લોકોની સુખાકારી માટે દિવસ-રાત કાળજી લીધી હતી. ઉપરોકત તસવીરોમાં તત્‍કાલીન રાજ્‍યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીજીએ વિજયભાઇને પ્રથમ વખત મુખ્‍યમંત્રી પદના શપથ લેવડાવતા દૃશ્‍યમાન થાય છે. આ શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ તથા ગૃહમંત્રી અમિતભાઇ શાહ, અડવાણીજી, ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ, મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણળીસ તથા ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલા, ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. ઉપરાંત પૂર્વ મુખ્‍યમંત્રીઓ સ્‍વ. કેશુભાઇ પટેલ અને આનંદીબેન પણ શુભકામનાઓપાઠવતા દર્શાય છે. (ફાઇલ તસ્‍વીર : અશોક બગથરિયા)

(11:50 AM IST)