હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અકિલાના આંગણે વિજયભાઇ : ફુલ જેવા સબંધોમાં લાગણીની મહેક

સંભારણાઃ ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા. ૧ર મી એ અમદાવાદ ખાતે વિમાન અકસ્માતનો ભોગ બનતા દુનિયાને અલવિદા કરી ગયા છે. અકિલા પરિવાર સાથે તેમનો ૪ દાયકાઓનો નેહ નિતરતો નાતો રહ્યો છે. તેઓ અવારનવાર પારિવારિક સબંધના નાતે અકિલા કાર્યાલયની મુલાકાતે આવતા હતા. અકિલા પરિવાર સાથે તેમના અનેક સંભારણા છે. ઉપરોકત તસ્વીરો તેમની ‘અકિલા' કાર્યાલના નવ નિર્મિત અદ્યતન ઓફીસની મુલાકાત સમયની છે. જેમાં તેઓ ટીમ સાથે અકિલાની મુલાકાતે છે. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રા અને અકિલાના એકઝીકયુટીવ એડીટર તથા ડીજીટલ આવૃત્તિના એડિટર શ્રી નીમીષભાઇ ગણાત્રાએ તેમને ફુલહારથી સત્કારેલ. ‘અકિલા' કાર્યાલયના નવ નિર્મિત અદ્યતન ઓફીસની મુલાકાત વખતે શ્રી કિરીટભાઇ ગણાત્રા અને અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રા અને અકિલાના એકઝીક્યુટીવ એડીટર શ્રી નીમીષભાઇ ગણાત્રા સ્વ.વીણાબેન અજીતભાઇ ગણાત્રા, અકિલા પરિવારના બહેન શ્રી ભાવનાબેન નાગ્રેચા તથા શ્રી સ્મીતાબેન રાયચુરા અને ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ તથા અકિલા પરિવારના ઉદયભાઇ વેગડા, સ્વ.રણજીતભાઇ ચૌહાણ, અમિતભાઇ જોશી, વિજયભાઇ કામાણી, સાજીદ વિંછી વગેરે દેખાય છે.(ફાઇલ તસ્વીરોઃ સંદીપ બગથરિયા અને અશોક બગથરિયા)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
