<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

ઇઝરાયલના હુમલામાં બે ભારતીય વિદ્યાર્થીઓ ઘાયલ:ઈરાનમાંથી 10 હજાર ભારતીયોને બચાવશે ભારત

ઈરાની સરકારે ભારતીયો સહિત વિદેશી નાગરિકોને સુરક્ષિત રીતે તેમના દેશમાં મોકલવા સંમતિ આપી

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ઈરાને કહ્યું છે કે જ્યાં સુધી ઈઝરાયલ તરફથી હુમલો ચાલુ રહેશે ત્યાં સુધી તે યુદ્ધવિરામ વિશે વાત કરશે નહીં. અત્યાર સુધીમાં ઈઝરાયલી હુમલામાં કુલ 224 ઈરાની નાગરિકોના મોત થયા છે. તે જ સમયે ઈરાનના હુમલામાં લગભગ 10 ઈઝરાયલી નાગરિકો માર્યા ગયા છે અને 100 થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ હુમલામાં બે ભારતીય વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા છે. આ બંને વિદ્યાર્થીઓ કાશ્મીરના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલામતી માટે યુનિવર્સિટીએ બંને વિદ્યાર્થીઓને રામસરમાં લઈ જવામાં આવ્યા છે.

 

ઈઝરાયલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે. આ માટે ભારત સરકાર એક કામગીરી શરૂ કરવા જઈ રહી છે. ઈરાની સરકારે ભારતીયો સહિત વિદેશી નાગરિકોને સુરક્ષિત રીતે તેમના દેશમાં મોકલવા સંમતિ આપી છે. હાલમાં ઈરાનમાં 10 હજાર ભારતીયો છે, જેમાંથી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ છે જે ઈરાનની વિવિધ તબીબી અને ધાર્મિક સંસ્થાઓમાં અભ્યાસ કરી રહ્યા હતા. તેમને અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદો દ્વારા બહાર કાઢવામાં આવશે.

 

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ચોથા દિવસે પણ ચાલુ છે. દરમિયાન માહિતી મળી રહી છે કે તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે છાત્રાલય નજીક હુમલો થયો છે. આ હુમલામાં બે ભારતીય વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા છે. આ બંને વિદ્યાર્થીઓ કાશ્મીરના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલામતી માટે યુનિવર્સિટીએ બંને વિદ્યાર્થીઓને રામસરમાં લઈ જવામાં આવ્યા છે.

 

ઈરાની મિસાઈલ હુમલામાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે અને 30 લોકો ઘાયલ થયા છે. મેગેન ડેવિડ એડોમે જણાવ્યું હતું કે મધ્ય ઇઝરાયલમાં ઈરાની બેલિસ્ટિક મિસાઈલ હુમલામાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે. તેમણે કહ્યું કે ઈરાને મધ્ય ઇઝરાયલના વિવિધ વિસ્તારોમાં મિસાઈલથી ઓછામાં ઓછી બે ઇમારતો પર હુમલો કર્યો. આ હુમલામાં લગભગ 30 લોકો ઘાયલ થયા છે અને ઘણી ઇમારતોને પણ નુકસાન થયું છે.

(12:19 PM IST)