<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

પત્નીઓ હિન્દુ હોવા છતા કેમ સંતાનોના નામ મુસ્લિમ કેમ રાખ્યા: આમીરખાને કર્યો ખુલાસો

આમિર ખાનની પૂર્વ પત્ની રીના દત્તા અને કિરણ રાવ હિન્દુ છે પરંતુ તેમના બાળકો આઇરા, જુનૈદ અને આઝાદ ખાનના નામ મુસ્લિમ ધર્મ સાથે સંબંધિત છે

મુંબઈ :બોલિવૂડ એક્ટર આમિર ખાને બે વાર હિન્દુ મહિલા સાથે લગ્ન કર્યા છે અને છૂટાછેડા લીધા છે. ત્રીજી વખત પણ તેને ગૌરી નામની હિન્દુ છોકરી સાથે પ્રેમ થયો. જ્યારે તેઓ એક ટોક શોમાં દેખાયા ત્યારે તેને પૂછવામાં આવ્યું કે તેમની પત્ની હિન્દુ હોવા છતાં તેમણે તેમના બાળકોને મુસ્લિમ નામ કેમ આપ્યા? આ પ્રશ્નનો આમિરે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો.

 

આપકી અદાલતમાં, આમિર ખાને તેમના પરના ઘણા આરોપોના જવાબ આપ્યા. રજત શર્માએ પૂછ્યું કે, આમિરની પહેલી પત્નીનું નામ રીના, બીજી પત્નીનું કિરણ અને ભાવિ પત્નીનું નામ ગૌરી છે. આ ત્રણ મહિલાઓના નામ છે પણ બાળકોના નામ આયરા ખાન, જુનૈદ ખાન અને આઝાદ ખાન કેમ રાખવામાં આવ્યા છે? આના પર આમિરે જવાબ આપ્યો, 'મારા બાળકોના નામ મારી પત્નીઓએ આપ્યા છે. આમાં મારો કોઈ હસ્તક્ષેપ નહોતો. તમે પણ પતિ છો અને તમે જાણો છો કે, પત્નીઓ આગળ કંઈ ચાલતું નથી. બાળકનું નામ શું રાખવું તે પત્નીઓ નક્કી કરે છે. રીનાએ જુનૈદ અને આયરા (ઇરા) નામ પસંદ કર્યા હતા.'

 

આમિર આગળ કહે છે કે, 'હું તમને એક બીજી વાત કહી દઉં, ઇરા એ સરસ્વતીનું નામ છે. તમે ઇરાવતી સાંભળી હશે. ઇરા એ તેનું ટૂંકું સ્વરૂપ છે. રીનાએ આ નામ મેનકા ગાંધીના પુસ્તક 'બુક ઓફ હિન્દુ નેમ્સ' પરથી લીધું છે.

(1:14 PM IST)