News of Monday, 16th June 2025
વિજયભાઈનો પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવ્યોઃ અંજલીબેન ધ્રુસ્કે..ધ્રુસ્કે રડી પડયા

રાજકોટઃ વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ આજે બપોરે હવાઈમાર્ગે રાજકોટ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. એરપોર્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકોટ આવવા રવાના થયેલ. આ સાથે અંજલીબેન રૂપાણી તેમના પુત્ર ઋષભ રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ સાથે રહયા હતા. તસ્વીરમાં ભરતભાઇ બોઘરા, રમેશભાઇ ટીલાળા, માધવ દવે, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, અમરેલીના દિલીપભાઇ સંઘાણી, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, ઉદય કાનગડ સહિતના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
