<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

ભારતમાં ડીએનએ ટેસ્‍ટિંગ અમેરિકાથી ઝડપી

 

નવી દિલ્‍હી, તા.૧૬: સુપરપાવર અમેરિકા જ્‍યાં ૨૦૦૧ના વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટર હુમલાના ૨૩ વર્ષ પછી પણ ૩૦૦૦ મળતકોમાંથી માત્ર ૧૬૫૦ લોકોના મળતદેહ ડીએનએ ટેસ્‍ટિંગ બાદ સોંપી શકયું છે, ત્‍યાં ભારતે અમદાવાદમાં તાજેતરમાં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટનામાં અદભુત ગતિ અને કાર્યક્ષમતા દર્શાવી છે. આ દુર્ઘટનામાં ૨૭૪ લોકોના મોત થયા હતા, અને મોટાભાગના મળતદેહો અગ્નિદાહને કારણે ઓળખવા મુશ્‍કેલ બન્‍યા હતા, જેના માટે ડીએનએ ટેસ્‍ટિંગ જ એકમાત્ર આશા હતી. આજે જાહેર કરાયેલી માહિતી મુજબ, ભારત આગામી ૫ દિવસમાં તમામ મુસાફરોના મળતદેહ તેમના પરિવારોને સોંપી દેવાનો લક્ષ્ય ધરાવે છે! અમદાવાદ કેસના રાહત કમિશનર આલોક પાંડે એ જણાવ્‍યું કે અત્‍યાર સુધીમાં ૨૪ લોકોના મળતદેહ તેમના પરિવારોને સુપરત કરવામાં આવ્‍યા છે. જેમાં વડોદરાના ૫, અમદાવાદના ૮, મહેસાણાના ૪, ઉદયપુર, ખેડા, બોટાદ, અરવલ્લી અને જોધપુરના ૧-૧ તથા આણંદના બે લોકોના મળતદેહનો સમાવેશ થાય છે.

(4:47 PM IST)