<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

લગ્નમાં દુલ્‍હનને આશીર્વાદ આપવા દાદાજી કબૂતર બનીને આવ્‍યા?

જયપુર, તા.૧૬: એક લગ્નવિધિમાં અનોખી ઘટના ઘટી. લગ્નની વિધિ લગભગ સંપન્ન થવા આવી હતી ત્‍યારે અચાનક એક કબૂતર બહારથી ઊડીને આવ્‍યું અને દુલ્‍હનના માથે બેસી ગયું. ન એ કોઈથી ડરતું હતું, ન એ ફફડાટ કરીને કોઈને ડરાવતું હતું. કબૂતરને માથે બેઠેલું જોઈને પહેલાં તો લોકો હસવા લાગ્‍યા અને કોઈકે તો તરત જ એને ભગાવવાની કોશિશ પણ કરી. જોકે તરત જ એ વખતે દુલ્‍હનના પરિવારમાંથી કોઈકે દુલ્‍હનને જરાય હલ્‍યા વિના બેસી રહેવા કહ્યું. પંડિતજીએ પણ તરત કહ્યું કે આ પ્રકારની ઘટના ખૂબ શુભ હોય છે કેમ કે કબૂતર આત્‍મા અને પૂર્વજોનું પ્રતીક છે જે શુભ પ્રસંગે પોતાના આશીર્વાદ આપવા માટે દેખા દે છે. કોઈકને આ કબૂતરમાં દુલ્‍હનના દાદાજી જેવી વર્તણૂક દેખાઈ અને તેણે વાત ચલાવી કે આ તો દાદાજી દીકરીને આશીર્વાદ આપવા આવ્‍યા છે. એ હકીકત હોય કે ન હોય, પરંતુ દીકરીની વિદાય ન થઈ ત્‍યાં સુધી આ કબૂતર ત્‍યાં આસપાસ જ મંડરાતું રહ્યું હતું

(3:46 PM IST)