<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

લિવ-ઇન રિલેશનશિપનો વિરોધ કરતા પિતાની હત્‍યા કરી નાખી દીકરીએ

મુંબઈ,તા.૧૬: અંધેરી-ઈસ્‍ટમાં રહેતી ૩૭ વર્ષની સોનાલી બૈતે તેના લિવ-ઇન પાર્ટનર મહેશ પાંડે સાથે મળીને પિતા શંકર કાંબળેની હત્‍યા કરી હતી. આ કેસમાં પ્‍ત્‍ઝઘ્‍ પોલીસે સોનાલી અને મહેશ પાંડેની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્‍યું હતું કે ‘સોનાલી પરણેલી છે અને તેને ૧૭ વર્ષની દીકરી અને ૧૩ વર્ષનો દીકરો છે. થોડાં વર્ષ પહેલાં તે પતિ અને બાળકોને છોડીને મહેશ પાંડે સાથે રહેવા ચાલી ગઈ હતી. શંકર કાંબળે તેના દીકરા રાહુલ સાથે ઘાટકોપરમાં રહે છે. ૧૧ જૂને તેમણે ફરી પાછી સોનાલીને સમજાવી હતી કે તું લિવ-ઇન રિલેશનશિપમાં ન રહે. તેમની એ વાતથી સોનાલીને ગુસ્‍સો આવ્‍યો હતો અને તેણે મહેશ પાંડે સાથે મળીને શંકર કાંબળેની મારઝૂડ કરી હતી જેમાં તે ગંભીર રીતે ઘવાયા હતા અને ત્‍યાર બાદ તેમનું મળત્‍યુ થયું હતું. સોનાલીના ભાઈ રાહુલે પ્‍ત્‍ઝઘ્‍ પોલીસ-સ્‍ટેશને ફરિયાદ કરતાં સોનાલી અને મહેશ પાંડેની ધરપકડ કરવામાં આવી છે.(

(4:47 PM IST)