<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

IMF અનુસાર, લક્‍ઝમબર્ગ વિશ્વનો સૌથી ધનિક]દેશ છે જેની માથાદીઠ આવક $૧૪૦,૯૪૧ છે

માથાદીઠ આવકમાં દુનિયાના ૧૦ સૌથી વધુ ધનિક દેશઃ અમેરિકા ૭મું અને ચીન તો લિસ્‍ટમાં જ નથી

ન્‍યુયોર્ક,તા.૧૬: જ્‍યારે પણ વિશ્વના સૌથી ધનિક દેશોની ચર્ચા થાય છે, ત્‍યારે અમેરિકા અને ચીનનું નામ સૌ પ્રથમ આવે છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે આ બંને દેશો વિશ્વના સૌથી ધનિક દેશોની યાદીમાં ખૂબ જ નીચે છે. સૌથી વધુ GDP હોવાનો અર્થ એવો નથી કે તે દેશ સૌથી અમીર દેશ છે. કોઈપણ દેશ કેટલો ધનિક છે તે ચેક કરવા માટે પેરામીટર હોય છે. દુનિયાના કોઈપણ દેશની અમીરી માપવા માટે તેનો પેરામીટર તેની GDP પર કેપિટા (GDP Per Capita) છે. જે જણાવે છે કે કોઈ દેશના નાગરિકોની સરેરાશ આવક કેટલી છે. આના દ્વારા તે દેશના લોકોની લાઇફસ્‍ટાઇલ, જીવનધોરણ અને આર્થિક સ્‍થિરતાનો પણ અંદાજ લગાવી શકાય છે. તાજેતરમાં જ ત્‍પ્‍જ્‍ના હવાલે વર્લ્‍ડ ઓફ સ્‍ટેટેસ્‍ટિક્‍સે (World of Statistics) સોશ્‍યલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ પર દુનિયાના એ દેશોની યાદી જાહેર કરી છે, જેમની કેપિટા ઇનકમ સૌથી વધુ છે.

ચોંકાવનારી વાત એ છે કે આ લિસ્‍ટમાં અમેરિકા કે ચીન ટોચના સ્‍થાન પર નથી. GDP પર કેપિટાના મામલે નાનકડો યુરોપિયન દેશ લક્‍ઝમ્‍બર્ગ પ્રથમ સ્‍થાને છે. ટોપ ૧૦ લિસ્‍ટમાં લક્‍ઝમબર્ગ, આયર્લેન્‍ડ, સ્‍વિટ્‍ઝર્લૅન્‍ડ, સિંગાપોર, આઇસલેન્‍ડ, નોર્વે, યુનાઇટેડ સ્‍ટેટ્‍સ, મકાઉ SAR, ડેનમાર્ક અને કતરનો સમાવેશ થાય છે.

GDP પર કેપિટા અનુસાર દુનિયાના ૧૦ સૌથી અમીર દેશ

લક્‍ઝમબર્ગ - ૧૪૦૯૪૧ ડોલર

આયરલેન્‍ડ - ૧૦૮૯૧૯ ડોલર

સ્‍વિટ્‍ઝલેન્‍ડ - ૧૦૪૮૯૬ ડોલર

સિંગાપુર - ૯૨૯૩૨ ડોલર

આઈસલેન્‍ડ - ૯૦૨૮૪ ડોલર

નોર્વે - ૮૯૬૯૪ ડોલર

અમેરીકા - ૮૯૧૦૫ ડોલર

મકાઓ એસએઆર - ૭૬૩૧૪ ડોલર

ડેનમાર્ક - ૭૪૯૬૯ ડોલર

કતાર - ૭૧૬૫૩ ડોલર

જાણો શું છે કેપિટા ઇનકમ

પ્રતિ વ્‍યક્‍તિ આવક લેટિન ભાષામાંથી લેવામાં આવેલો શબ્‍દ છે, જેનો અર્થ Per Head કે For Each Head હોય છે. પર કેપિટા ઇનકમ કોઈ દેશ, રાજ્‍ય, નગર કે અન્‍ય ક્ષેત્રમાં રહેનારા વ્‍યક્‍તિઓની એવરેજ ઇનકમ હોય છે. જેની ગણતરી કરવા માટે આપણે તે દેશની GDPને તેની કુલ જન સંખ્‍યાથી ભાગાકાર કરીએ છીએ. પર કેપિટા ઇનકમ કોઈ દેશના નાગરિકોની સમળદ્ધિ દર્શાવતું મહત્‍વનું ઇન્‍ડિકેટર છે. (ફોર્મ્‍યુલા પ્રતિ વ્‍યક્‍તિ આવક = રાષ્‍ટ્રીય આવક / દેશની જન સંખ્‍યા)

(4:23 PM IST)