News of Monday, 16th June 2025
નવા પેકેજિંગ નિયમોને કારણે કોકા-કોલા અને પેપ્સિકો ભીંસમાં
નવા આદેશોની જોગવાઈઓ પૂર્ણ કરવી કંપનીઓ માટે પડકારજનકઃ કોર્ટનો સહારો લઇ શકે છે

મુંબઈ,તા.૧૬: વિકસતા અર્થતંત્ર અને વધતી જતી માંગ સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ સતત વધી રહ્યો છે. લાંબા સમય સુધી વિઘટિત ન થતા પ્લાસ્ટિકને કારણે થતું પ્રદૂષણ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ભારત સરકાર પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસ હેઠળ સરકારે પ્લાસ્ટિક પેકેજીંગ માટે નવા નિયમ લાગુ કર્યા છે, જેનો સીધી અસર કોકા-કોલા અને પેપ્સિકો જેવી જાયન્ટ કોલ્ડ ડ્રીંક્સ કંપનીઓ પર પડશે.
નવા નિયમો હેઠળ કોલ્ડ ડ્રીંક્સ કંપનીઓને પેકેજિંગ મટીરીયલમાં નોંધપાત્ર ફેરફારો કરવા પડશે. ૧ એપ્રિલ, ૨૦૨૫ થી અમલમાં આવેલા આ નિયમ મુજબ, કોલ્ડ ડ્રીંક્સની બોટલોનો ઓછામાં ઓછી ૩૦% રિસાયકલ પ્લાસ્ટિકથી બનેલી હોવી જોઈએ, અને દર વર્ષે રિસાયકલ પ્લાસ્ટિકની માત્રામાં વધારો કરવામાં આવશે. કંપનીઓ નવા નિયમો મુજબ જરૂરિયાતોને પૂરી કરવા માટે કામ કરી રહી છે, આ કામ ખુબ મુશ્કેલ જણાઈ રહ્યું છે.
સરકારનો ઉદ્દેશ્ય
શહેરોમાં વધતી ગંદકી અને ડ્રેનેજ બ્લોક થઇ જવા જેવી સમસ્યાઓ ઘટાડવા ભારત સરકારે વધતા જતા પ્લાસ્ટિક કચરા સામે કડક વલણ અપનાવ્યું છે. આ નવા નિયમોને કારણે પ્લાસ્ટિક બોટલો લેન્ડફિલ્સ અથવા સમુદ્રોમાં જતી અટકશે અને તેનું રીસાયકલીંગ અને રિયુઝ કરવાનું વલણ વધશે.
સરકારના આદેશ મુજબ કંપનીઓએ તેમની ભ્ચ્વ્ બોટલોમાં ૩૦% રિસાયકલ પ્લાસ્ટિક થ્રેશોલ્ડ પૂર્ણ કરવો જરૂરી છે, જે આ ટકાવારી વાર્ષિક રીતે ૧૦% વધશે. દાયકાના અંત સુધીમાં, ડ્રીંક્સ પેકેજિંગ ૬૦% રિસાયકલ પ્લાસ્ટિકથી બનેલું હોવું જોઈએ.
ભારત સરકારનો ઉદ્દેશ્ય છે કે કંપનીઓ બાયોડિગ્રેડેબલ અથવા પ્લાન્ટ-બેઝ્ડ પેકેજિંગ મટીરીયલનો ઉપયોગ વધારે. જો કે નવા નિયમોને કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થઇ શકે છે, જેનો બોજ ગ્રાહકો પર લાદવામાં આવી શકે છે. અગામી સમાયના ઠંડા પીણાંના ભાવ વધી શકે છે.
કંપનીઓ સામે પડકાર
નવા આદેશોની જોગવાઈઓ પૂર્ણ કરવી કંપનીઓ માટે પડકારજનક સાબિત થઈ રહી છે, કારણ કે ભારતમાં પેકેજિંગ ડ્રીંક્સ માટે જરૂરી સામગ્રી ફૂડ-ગ્રેડ રિસાયકલ કરેલ ભ્ચ્વ્નું ઉત્પાદન કરવા માટે ઓથોરાઈઝ્ડ ફક્ત પાંચ પ્લાન્ટ હાલ છે, જે ઇન્ડસ્ટ્રીની રિસાયકલ પ્લાસ્ટિકની કુલ માંગના લગભગ ૧૫% જ પૂરી કરી શકે છે.
પરિણામે, કંપનીઓ પર તેમની રિસાયક્લિંગ કેપેસિટી ઝડપથી વધારવાનું દબાણ છે, પરંતુ ઉત્પાદન ક્ષમતા વધારવામાં ઘણા વર્ષો લાગશે. જાણકારોના મત મુજબ કંપનીઓ સમયસર ૩૦% રિસાયકલ પ્લાસ્ટિકની જરૂરિયાત પૂરી કરી શકશે નહીં.
એક અખબાર સાથે વાત કરતા એક કોલ્ડ ડ્રીંક્સ કામાંપનીના એક્ઝિકયુટિવે કહ્યું જો જો સમયમર્યાદા લંબાવવામાં નહીં આવે તો અમારે કોર્ટનો આશરો લેવો પડશે, અમારે એન્ટીસીપેટરી સ્ટે લેવો પડી શકે છે.(
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
