<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

ગાઝામાં ભોજન વિતરણ કેન્દ પાસે આડેધડ ગોળીબાર : 38 પેલેસ્ટાઈનીઓના મોત : 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ભોજન કેન્દ્ર પાસે હજારો લોકો લાઈનમાં ઉભા હતા ત્યારે અચાનક આડેધડ ગોળીબાર થયો: મૃતકોમાં અનેક મહિલાઓ અને બાળકો પણ સામેલ

ગાઝામાં ભોજન વિતરણ કેન્દ્ર પાસે આડેધડ ગોળીબારમાં 38 લોકોના મોત નિપજ્યા છે જયારે 70થી વધુ લોકો ઘાયલ થયા છે, ગાઝા પટ્ટીના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ‘ઉત્તર ગાઝાના એક વિસ્તારમાં હજારો લોકો ભોજન વિતરણ કેન્દ્ર પાસે ખાણી-પીણી લેવા માટે એકઠા થાય હતા, જ્યાં આડેધડ ગોળીબાર થયો છે, જેમાં ઓછામાં ઓછા 38 પેલેસ્ટાઈનીઓના મોત અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

 

મંત્રાલયે કહ્યું કે, ‘ભોજન કેન્દ્ર પાસે હજારો લોકો લાઈનમાં ઉભા હતા. આ દરમિયાન અચાનક આડેધડ ગોળીબાર થયો છે. મૃતકોમાં અનેક મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. ઈઝરાયેલના હુમલાના કારણે ગાઝામાં માત્ર કેટલીક હોસ્પિટલો જ બચી છે, જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. હોસ્પિટલમાં સાધન સામગ્રીની પણ અછત છે. ઉલ્લેખનીય છે કે, ગાઝામાં ગંભીર માનવીય સંકટ ઉભી થયું છે. ઈઝરાય અને હમાસના યુદ્ધના કારણે અહીં ખાદ્ય સામગ્રી, દવાઓ અને વીજળીની અછત વર્તાઈ છે. સંયુક્ત રાષ્ટ્રએ અગાઉ ચેતવણી આપી છે કે, જો ગાઝામાં રાહત સામગ્રી નહીં પહોંચે તો લોકો ભૂખમરો અને બિમારીના કારણે અનેક લોકોના મોત થઈ શકે છે.

(7:51 PM IST)