News of Monday, 16th June 2025
' લોકો તેહરાન ખાલી કરો ':શું ઇઝરાયલ ઈરાન પર ભારે બોમ્બમારો કરશે? :ઇસ્લામિક દેશોમાં ગભરાટનો માહોલ
ઇઝરાયલે તેહરાનના લોકોને શહેર છોડી દેવાની સલાહ આપી જેના કારણે હુમલાનો ભય વધી ગયો :ઇરાને કતાર, સાઉદી અરેબિયા અને ઓમાનને અપીલ કરી કે તેઓ ઇઝરાયલ પર યુદ્ધવિરામ માટે દબાણ લાવે જેથી પ્રદેશમાં શાંતિ સ્થાપિત થઈ શકે.

તેહરાન ઇઝરાયલ-ઈરાન સંઘર્ષની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે . ઇઝરાયલ સતત ઈરાન પર ડ્રોન હુમલા કરી રહ્યું છે. તે જ સમયે, ઈરાન પણ યોગ્ય જવાબ આપી રહ્યું છે. ઇઝરાયલી કાર્યવાહીમાં ઈરાનના ઘણા પરમાણુ સ્થળોને નુકસાન થયું છે.
દરમિયાન, ઇઝરાયલે તેહરાનના લોકોને શક્ય તેટલી વહેલી તકે રાજધાની છોડી દેવાની સલાહ આપી છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે ઇઝરાયલ તેહરાન શહેર પર ભીષણ હુમલો કરી શકે છે. તે જ સમયે, ઇરાનના રક્ષકે ચેતવણી આપી છે કે તેલ અવીવના લોકોને સલામત સ્થળે ખસી જવું જોઈએ. તેનો અર્થ એ કે બંને દેશો એકબીજાની રાજધાની પર હુમલાની ચેતવણી આપી રહ્યા છે.બીજી તરફ, ઈરાને કતાર, સાઉદી અરેબિયા અને ઓમાનને ઇઝરાયલ સાથે તાત્કાલિક યુદ્ધવિરામ માટે ટ્રમ્પ પર દબાણ લાવવા કહ્યું છે. ઈરાને આરબ દેશોને અમેરિકા સાથે વાત કરવા કહ્યું છે જેથી અમેરિકા ઇઝરાયલને યુદ્ધવિરામ માટે મનાવી શકે.
બીજી તરફ, ઈરાને કતાર, સાઉદી અરેબિયા અને ઓમાનને ઇઝરાયલ સાથે તાત્કાલિક યુદ્ધવિરામ માટે ટ્રમ્પ પર દબાણ લાવવા કહ્યું છે. ઈરાને આરબ દેશોને અમેરિકા સાથે વાત કરવા કહ્યું છે જેથી અમેરિકા ઇઝરાયલને યુદ્ધવિરામ માટે મનાવી શકે.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
