<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાયપ્રસના ફર્સ્ટ લેડીને "સિલ્વર ક્લચ પર્સ" ભેટ આપ્યું*

આ ભેટ રાજદ્વારી સંબંધોમાં સૌહાર્દ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનનું પ્રતીક છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાયપ્રસની મુલાકાત દરમિયાન ત્યાંના ફર્સ્ટ લેડી, ફિલિપ્પા કરસેરાને એક સુંદર ચાંદીનું ક્લચ પર્સ ભેટમાં આપ્યું હતું. આ ભેટ રાજદ્વારી સંબંધોમાં સૌહાર્દ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનનું પ્રતીક છે. વડાપ્રધાન મોદી તેમની વિદેશ યાત્રાઓ દરમિયાન યજમાન દેશોના મહાનુભાવોને ભારતીય હસ્તકલા અને પરંપરા દર્શાવતી ભેટો આપવા માટે જાણીતા છે.

(12:05 AM IST)