<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

વડાપ્રધાન મોદીએ સાયપ્રસની 'ગ્રીન લાઇન'ની મુલાકાત લીધી

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાદેશિક સંઘર્ષોના ઉકેલ અને શાંતિ સ્થાપવા માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાયપ્રસની મુલાકાત દરમિયાન 'ગ્રીન લાઇન'ની મુલાકાત લીધી હતી. આ ગ્રીન લાઇન એક બફર ઝોન છે જે દાયકાઓથી તુર્કીના કબજા હેઠળના વિસ્તારને દર્શાવે છે. વડાપ્રધાનની આ મુલાકાત રાજદ્વારી દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાદેશિક સંઘર્ષોના ઉકેલ અને શાંતિ સ્થાપવા માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

(12:12 AM IST)