News of Tuesday, 17th June 2025
મુંબઈથી અમદાવાદ જતા એર ઇન્ડિયાના વિમાનમાં ખામી: સોશ્યલ મીડિયામાં વાયરલ: એર ઇન્ડિયાને આ થયું છે શું?: જવાબદારોના અભાવે પ્રવાસીઓ ભારે પરેશાન થયા: જબરો હોબાળો : જુઓ વિડિઓ
ગઈ રાત્રે મુંબઈ થી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ને ટેકનીકલ ખામી જણાતા રનવે પરથી પાછી વાળી.. : રાત્રે ૧ વાગે બનેલી ઘટના પછી પોતાની બેગ પેસેન્જરોને છેક સવારે ચાર વાગે મળી..

હજી અમદાવાદ- લંડનની ફ્લાઇટ ક્રેશ થઇને અનેક લોકો મોતને ભેટ્યા એ સમાચાર હજી ભૂલાયા નથી ત્યારે ગત રાત્રે મુંબઈ ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બીજી દુર્ઘટના થતા રહી ગઇ..
મુંબઈ થી રાત્રે ૧૦:૪૫ વાગે અમદાવાદ માટે ઉપડતી ફ્લાઇટ નં. AI 2919 અંદાજીત ૧ કલાક ૨૫ મીનીટે Gate No. 42B પરથી સ્ટાર્ટ થયેલી, પરંતું રનવે પર પહોંચે તે પહેલા જ પાયલોટે યુ ટર્ન મારી ફ્લાઇટ માં ટેકનીકલ ખામી હોવાનું જાહેર કર્યું.
પાર્કિંગ માં પરત લઇ દરવાજા ખોલી નાખવામાં આવ્યા અને જ્યાં સુધી રીપેર ન થાય ત્યાં સુધી આ ફ્લાઇટ જશે નહીં તેવું પાયલોટ દ્વારા જાહેર કરવામાં આવ્યું..
લગભગ એક કલાક પછી પેસેન્જરોની ધીરજ ખુટતા અને રીપેર થાય તો પણ આ ફ્લાઇટ માં નહીં જઇએ તેવો હોબાળો કરતા શરૂઆત માં કડક વલણ અપનાવી રહેલા ગ્રાઉન્ડ સ્ટાફને પેસેન્જરો સામે ઝુકવું પડેલું.
પેસેન્જરોને બસમાં બેસાડી બેગેજ બેલ્ટના દરવાજા પાસે લઇ જઇ ઉભા કરી દેવામાં આવ્યા. એકપણ સ્ટાફ હવે શું કરવાનું છે ?? તે સવાલનો જવાબ આપવા અસમર્થ હતો. અંતે પેસેન્જરોને બે ઓપ્શન આપવામાં આવ્યા, ૧, જેને અમદાવાદ જવું હોય તેને સવારે ૫:૨૫ ની એર ઇન્ડિયા ફ્લાઇટ માં લઇ જવામાં આવશે. ૨, જેને ન જવું હોય તેની ટીકીટ કેન્સલ કરી ૧૦૦% રીફંડ આપવામાં આવશે. પરંતુ બેગ એક કલાક પછી મળશે.
કેન્સલ કરાવનાર પેસેન્જરોને પોતાની બેગ લગભગ બે કલાક પછી અનેક ઝગડા કર્યા પછી મળી. આ દરમ્યાન એક વૃધ્ધ મહીલાને ચક્કર આવતા એરપોર્ટ ના પેસેજમાં જ ફસડાઇ પડેલા. આ આખી ઘટના દરમ્યાન એર ઇન્ડિયા ઓથોરીટીએ પેસેન્જરોને પાણી પણ નહતું આપ્યું..
બીન આધારભૂત માહિતી મુજબ ગત રાત્રે મુંબઈ એરપોર્ટ પર જ એર ઇન્ડિયાની લગભગ ચાર ફ્લાઇટ માં ટેકનિકલ ખામી બહાર આવેલી.
અનેક પેસેન્જરોએ હોબાળો મચાવી એર ઇન્ડિયાના સ્ટાફ સામે પોતાનો ગુસ્સો ઠાલવેલો.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
