<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

ટ્રમ્‍પ વધુ ૩૬ દેશોના નાગરિકોની એન્‍ટ્રી પર પ્રતિબંધ મૂકશે

આ મહિનાની શરૂઆતમાં ૧૨ દેશોના નાગરિકોની અમેરિકામાં એન્‍ટ્રી પ્રતિબંધિત કરી દીધી હતી

 

 

વોશીંગ્‍ટન તા.૧૭: અમેરિકામાં ટ્રમ્‍પ ૨.૦માં ઈલીગલ ઈમિગ્રન્‍ટ્‍સ સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેની સાથે જ અમેરિકાને જે દેશોના ઈલીગલ ઈમિગ્રન્‍ટ્‍સથી સૌથી વધારે ખતરો લાગી રહ્યો છે તેમની પર ટ્રાવેલ પ્રતિબંધ પણ મૂકવાનું શરૂ કરી દેવાયું છે. ટ્રમ્‍પ સરકાર ઈચ્‍છે છે કે, કેટલાક દેશોના નાગરિકો અમેરિકામાં આવવા જ ન જોઈએ. એટલે એ દેશોના નાગરિકોની એન્‍ટ્રી પર જ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. ત્‍યારે અમેરિકાના -ેસિડન્‍ટ ડોનલ્‍ડ ટ્રમ્‍પે પોતાની ટ્રાવેલ બેન નીતિનો વિસ્‍તાર કરવાની યોજના બનાવી છે, જેમાં વધુ ૩૬ દેશોના નાગરિકોની અમેરિકામાં એન્‍ટ્રી પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. આ દેશોની યાદીમાં આફ્રિકા, કેરેબિયન અને મધ્‍ય એશિયાના ઘણા દેશો સામેલ છે.

અમેરિકાના ડિપાર્ટમેન્‍ટ ઓફ સ્‍ટેટના એક આંતરિક કેબલ મુજબ આ પગલું રાષ્‍ટ્રીય સુરક્ષા અને વિદેશી આતંકવાદીઓથી દેશનું રક્ષણ કરવા માટે ઉઠાવાઈ રહ્યું છે. જૂન મહિનાની શરૂઆતમાં ટ્રમ્‍પે એક આદેશ જારી કરી ૧૨ દેશોના નાગરિકોની અમેરિકામાં એન્‍ટ્રી પ્રતિબંધિત કરી દીધી હતી.

યુએસ સેક્રેટરી ઓફ સ્‍ટેટ માર્કો રુબિયોએ સહી કરેલા આ કેબલમાં જે ૩૬ દેશોના નાગરિકોની એન્‍ટી પર પ્રતિબંધની વાત કરાઈ છે, તે દેશોને લઈને એક ડઝન ચિંતાઓ વ્‍યક્‍ત કરાઈ છે. કેબલમાં કહેવાયું છે કે, જો આ દેશો ૬૦ દિવસની અંદર નિર્ધારિત માપદંડો અને જરૂરિયાતોનો પૂરી નહીં કરે તો તેમના નાગરિકોના પ્રવેશ પર પૂર્ણ કે આંશિક પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.

યુએસ ડિપાર્ટમેન્‍ટ ઓફ સ્‍ટેટે ચિંતા વ્‍યક્‍ત કરી હતી કે, કેટલાક દેશોની સરકારો પોતાના નાગરિકોની વિશ્વસનીય રીતે ઓળખ નથી કરતી. કેટલાક દેશોના પાસપોર્ટની સુરક્ષા પણ શંકાસ્‍પદ છે. તે ઉપરાંત, કેટલાક દેશો પોતાના નાગરિકોને પાછા લેવામાં સહકાર નથી આપતા. ઘણા દેશોના નાગરિક અમેરિકન વિઝા પૂરા થઈ ગયા પછી પણ પાછા જતા નથી. કેબલમાં એમ પણ કહેવાયું છે કે,કેટલાક દેશોના નાગરિક અમેરિકામાં આતંકવાદી પ્રવળત્તિઓ, યહૂદી વિરોધી કે અમેરિકા વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહ્યા છે.

જે દેશોના નાગરિકોની એન્‍ટ્રી પર પ્રતિબંધ મૂકાઈ શકે છે તેમાં અંગોલા, એન્‍ટીગુઆ, બર્બુડા, બેનિન, ભુટાન, બુર્કિનો ફાસો, કાબોવર્ડી, કમ્‍બોડિયા, કોટ ડીઆઈવરી, કેમરૂન, ડેમોક્રેટિક રિપબ્‍લીક ઓફ કોન્‍ગો, જિબૂટી,ડોમિનિકા, ઈથોપિયા, ઈજિપ્ત, ગબોન, ધ ગેમ્‍બિયા, ઘાના, કિર્ગીઝસ્‍તાન, લાઈબેરિયા, મલાવી, મોરિટાનિયા, નાઈઝર, નાઈજેરિયા, સેન્‍ટ કિટ્‍સ, નેવિસ, સેન્‍ટ લૂસિયા, સાઓ ટોમ, પ્રિન્‍સિપે, સેનેગલ, સાઉથ સુદાન, સીરિયા, તાન્‍ઝાનિયા, ટોંગા, તુવાલુ, યુગાન્‍ડા, વાનુઅતુ, ઝામ્‍બિયા અને ઝિમ્‍બાબ્‍વે સામેલ છે.

જૂનની શરૂઆતમાં ટ્રમ્‍પ એડમિનિસ્‍ટ્રેશન અફઘાનિસ્‍તાન, મ્‍યાનમાર, ચાડ, કોંગો રિપબ્‍લીક ઈક્‍વેટોરિયલ, ગિની, ઈરિટ્રિયા, હૈતી, ઈરાન, સોમાલિયા, સુદાન અને યમનના નાગરિકો પર પહેલા જ પ્રતિબંધ લગાવી ચૂકયું છે. આ ઉપરાંત બુરુંડી, કયુબા, લાઓસ, સિએરા લિયોન, ટોંગો, તુર્કમેનિસ્‍તાન, વેનેઝુએલાના લોકો પર પણ આંશિક પ્રતિબંધ લાગુ છે.

ટ્રમ્‍પે પોતાની પહેલી ટર્મમાં ઘણા મુસ્‍લિમ દેશો પર ટ્રાવેલ બેન મૂકયો હતો. એ નીતિમાં ઘણી વખત સંશોધન કરાયું હતું અને અંતે વર્ષ ૨૦૧૮માં અમેરિકાની સુપ્રીમ કોર્ટે તેને જાળવી રાખી હતી.(૩૮.૪)

 

(9:53 AM IST)