<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

ટ્રમ્‍પ G7 સમિટ છોડીને અમેરિકા પરત જશે : મોદી - ટ્રમ્‍પની મુલાકાત થશે નહિ

કેનેડામાં ચાલી રહેલી G-7 સમિટમાં અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે બધાને આ?ર્યચકિત કરી દીધા. હકીકતમાં, તેઓ કોન્‍ફરન્‍સ અધવચ્‍ચે જ છોડીને અમેરિકા પાછા ફર્યા. તેમણે આ ત્‍યારે કર્યું જ્‍યારે ઈરાન અને ઇઝરાયલ વચ્‍ચે તણાવ ચરમસીમાએ હતો.

G-7 સમિટ દરમિયાન, ટ્રમ્‍પે જૂથના મહત્‍વ પર પણ ો ઉઠાવ્‍યા. તેમણે કહ્યું કે ૨૦૧૪ માં રશિયાને G-7 માંથી દૂર કરવું ખોટું હતું, જેના કારણે વિશ્વ અસ્‍થિર થયું. તેમણે એવું પણ સૂચન કર્યું કે ચીનને G-7 માં સામેલ કરવું જોઈએ.

PM મોદી પણ G-7 માં ભાગ લેવા માટે કેનેડા પહોંચ્‍યા છે. આ વર્ષે, કેનેડા G-7 નું આયોજન કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે PM મોદી અને ડોનાલ્‍ડ ટ્રમ્‍પ મળી શકયા નહીં કારણ કે PM મોદી આવે તે પહેલાં ટ્રમ્‍પ અમેરિકા માટે રવાના થઈ ગયા હતા.

ટ્રમ્‍પે ઈરાનને ચેતવણી આપી હતી કે તેણે તાત્‍કાલિક પરમાણુ શષાોની મહત્‍વાકાંક્ષા છોડી દેવી જોઈએ, નહીં તો પરિસ્‍થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તેમણે તાત્‍કાલિક તેહરાન ખાલી કરવાની પણ સલાહ આપી.

ટ્રમ્‍પે તેમના સત્‍ય એકાઉન્‍ટ પર પોસ્‍ટ કર્યું, ૅઈરાને તેની પરમાણુ યોજનાઓ બંધ કરવી જોઈએ નહીંતર ખૂબ મોડું થઈ જશે.ૅ તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે ઈરાની નેતાઓ વાટાઘાટો કરવા માંગતા હતા પરંતુ છેલ્લા ૬૦ દિવસમાં કોઈ સમજૂતી થઈ શકી નથી, ત્‍યારબાદ ઇઝરાયલે ચાર દિવસ પહેલા ઈરાન પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા.

(4:24 PM IST)