News of Tuesday, 17th June 2025
બોટાદ પાસે કાર પુરમાં તણાઇઃ ૭ લાપતા
મુળ ગોંડલના શિવરાજગઢનો પરિવાર લાઠીદડ સાઢુભાઇના ઘરેથી માનતા કરીને લાઠીદડ પરત આવી રહ્યા હતા ત્યારે દુર્ઘટનાઃ રનો બચાવ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૧૭: બોટાદ જીલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓમાં ભારે પુર આવતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. ત્યારે બોટાદના લાઠીદડ પાસે કાર પાણીમાં તણાતા ર વ્યકિતઓએ કુદકો મારી દેતા તેમનો બચાવ થયો હતો. જયારે ૭ વ્યકિતઓ કાર સાથે લાપતા થતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં સોૈરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બોટાદમાં લાઠીદડ ગામ પાસે એક ઇકો કાર તણાઇ ગઇ હતી. કારમાં ૯ લોકો સવાર હતા જેમાં બેને બચાવી લેવાયા છે જયારે ૭ લોકો હજુ ગુમ છે. મોડી રાતથી જ તેમને શોધવા માટે કામગીરી ચાલી રહી છે.સોમવારથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બોટાદમાં લાઠીદડ ગામ પાસે એક ઈકો કાર તણાઇ ગઈ હતી. કારમાં ૯ લોકો સવાર હતા જેમાં બેને બચાવી લેવાયા છે જ્યારે ૭ લોકો હજુ ગુમ છે. મોડી રાતથી જ તેમને શોધવા માટે કામગીરી ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર લાઠીદડ ગામનો પરિવાર તણાયો હતો. કાર તણાઇ હોવાના સમાચાર મળતાં તંત્ર દ્વારા રાહત મોડી રાતથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ કલાક જેટલો સમય વિતી ગયો હોવાછતાં હજુ પણ ૭ લોકો ગુમ છે, જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
ગત ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર પંથકમાં કયાં કેટલો ખાબકયો વરસાદ, બોટાદ પંથકમાં ભારે વરસાદના લીધે આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ છે. ગત ૧૦ કલાકમાં બોટાદમાં ૯.૭૨ ઇંચ, ગઢડામાં ૧૩.૫૦ ઇંચ વરસાદ ખાબકયો છે. ભારે વરસાદના કારણે ગઢડા પંથકમાં સ્થાનિક નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. મેઘમહેર થતાં રસ્તાઓ પર વરસાદી પાણીની નદી વહી હતી. બોટાદ, ગઢડા ઉપરાંત બરવાળા અને રાણપુર પંથકમાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવતા ખેડૂતોમાં આનંદની લહેર વ્યાપી જવા પામી છે.
મુળ ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામનો આ પરિવારનાં પ્રિયંકભાઇ લાઠીદડની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે.
આ કારમાં પરિવારના કુલ ૯ સભ્યો સવાર હતા જેમાંથી યશવંતભાઇ કનુભાઇ અને પ્રિયંકભાઇ બચી ગયા છે. જયારે મંજુબેન કનુભાઇ (ઉ.વ.૭૫), નયનાબેન યશવંતભાઇ, બાબુભાઇ તુલશીભાઇ મહાલીયા (ઉ.વ.૭૫), શારદાબેન બાબુભાઇ મહાલીયા (ઉ.વ.૭૦), નીતાબેન મહેશભાઇ મહાલીયા (ઉ.વ.૫૦), ટીનુબેન મહેશભાઇ મહાલીયા (ઉ.વ.૧૯), દીકુબેન મહેશભાઇ મહાલીયા (ઉ.વ.૧૭) હાલ ગુમ છે.
હાલ ઘટના બની તેની આજુબાજુના એન.ડી.આર.એફ, બોટાદ ફાયર વિભાગ, પોલીસ, મામલતદાર અને સ્થાનીક લોકો દ્વારા બચાવ કાર્ય મોડીરાતથી ચાલુ છે.છેલ્લે મળતા અહેવાલો મુજબ એક વૃધ્ધ મહિલાની લાશ મળી આવી છે જયારે બાકીના ૬ ની શોધખોળ ચાલુ છે.(૨.૭)
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
