News of Tuesday, 17th June 2025
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 23 વર્ષીય ક્રિકેટર દીર્ઘ પટેલનું મૃત્યુ
દીર્ઘ પટેલને પ્રોફેસરો અને તેમના ક્રિકેટ ક્લબ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં એક સિવાય તમામ મુસાફરોના મોત થયા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. હવે અહેવાલો અનુસાર આ વિમાન દુર્ઘટનામાં 23 વર્ષીય ક્રિકેટરનું પણ મોત થયું છે. તેનું નામ દીર્ઘ પટેલ છે, જે હદર્સફિલ્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કરતો હતો. દીર્ઘ પટેલને પ્રોફેસરો અને તેમના ક્રિકેટ ક્લબ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 241 મુસાફરોમાં દીર્ઘ પટેલ નામનો એક ક્રિકેટર પણ હતો, જે લીડ્સ મોર્ડનિયન્સ ક્રિકેટ ક્લબ માટે ક્રિકેટ રમ્યો હતો. હડર્સફિલ્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસરે જણાવ્યું હતું કે દીર્ઘ પટેલ હંમેશા અભ્યાસ પ્રત્યે ઉત્સુક રહેતો હતો. તે વર્ગમાં આવતો અને હંમેશા મને પ્રશ્નો પૂછતો જે તેની ઊંડી સમજણ દર્શાવે છે.
વર્ષ 2024 માં દીર્ઘ પટેલે વિદેશી ખેલાડી તરીકે લીડ્સ મોર્ડનિયન્સ માટે ક્રિકેટ રમી હતી. તેણે ફર્સ્ટ ઇલેવન માટે 20 મેચમાં બેટિંગમાં 312 રન બનાવ્યા અને બોલિંગમાં 29 વિકેટ લીધી. ક્લબ તેના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખી છે. એરડેલ અને વ્હાર્ફેડેલ સિનિયર ક્રિકેટ લીગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દીર્ઘ પટેલ જે મૂળ ગુજરાતનો હતો. તે નોકરીમાં સ્થાયી થયા પછી રમત રમવાનું ચાલુ રાખવા માંગતો હતો.
12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171, લંડન જતી વખતે ટેકઓફ બાદ થોડી મિનિટોમાં મેઘાણીનગર નજીક ક્રેશ થઈ. ઘટના બપોરના 1.40ની આસપાસ બની હતી. આ બોઈંગ 787 ડ્રીમલાઈનરમાં 230 મુસાફરો, 10 ક્રુ મેમ્બર, બે પાઈલટ સવાર હતા. દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિ બચી, બાકીના તમામના મોત થયા હતા.. વિમાન BJ મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે અથડાયું, જેમાં 4 મેડિકલ વિદ્યાર્થીઓના પણ મોત થયા છે. તમામ મુસાફરો એટલી હદ સુધી સળગી ગયા હતા કે ડીએનએ દ્વારા ઓળખ કરાઈ રહી છે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
