<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

દેશમાં કોરોનાના કેસને લઇને રાહત: 300થી વધુ એક્ટિવ કેસ ઘટયા

કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6836 છે. છેલ્લા 24 કલાકમાં 428 દર્દી સ્વસ્થ થયા: દેશમાં ગઈ કાલે 7264 કેસ હતા

નવી દિલ્હી : દેશમાં લાંબા સમય બાદ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. 300થી વધુ એક્ટિવ કેસમાં ઘટાડો થયો. તેમ છતાં પણ સૌથી વધુ એક્ટિવ કેસ સાથે કેરળ રાજ્ય પહેલા નંબર પર છે. કેરળમાં દરરોજ અન્ય રાજ્ય કરતા વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. આ હરોળમાં ગુજરાત પણ પાછળ નથી. ગુજરાતમાં પણ કોરોનાના બીજા રાજ્યો કરતા વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં હાલમાં એક્ટિવ કેસ 1248 છે.

કોરોનાના કેસની જો વાત કરવામાં આવે તો દેશમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6836 છે. છેલ્લા 24 કલાકમાં 428 દર્દી સ્વસ્થ થયા છે. દેશમાં ગઈ કાલે 7264 કેસ હતા. હાલમાં દેશમાં કોરોનાના કેસને લઈને કેરળ પહેલા નંબર છે. કેરળમાં હાલ 1659 એક્ટિવ કેસ છે. જ્યારે દિલ્હીમાં 555 એક્ટિવ કેસ છે. જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં હાલમાં 512 કેસ એક્ટિવ છે.

સરકારે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, કેરળમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકો 60 વર્ષથી વધુ ઉંમરના હતા. કોરોના ઉપરાંત તેમને કેન્સર, કિડની અને ન્યુમોનિયા જેવી બીમારીથી પીડાઈ રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે કેરળમાં કોરોનાથી સૌથી વધુ 35 લોકોએ જીવ ગુમાવ્યા છે. આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે કોરોનાના કારણે મૃત્યુ પામેલા મોટાભાગના લોકો કેન્સર, કિડની રોગ અને હૃદય જેવા બીમારી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોટાભાગના કોરોના દર્દીઓને ઘરે સારવાર લેવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ સાવચેતી રૂપે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને જરૂરી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે

(6:31 PM IST)