<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

જય જીનેન્દ્ર.....દરેક ક્ષેત્રના મહાનુભાવો દ્વારા વિજયભાઈને શ્રદ્ધાસુમન અર્પણ

વિજયભાઈ રૂપાણીની શ્રદ્ધાંજલિ સભામાં મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ ઊમટી પડ્યા: દરેક ક્ષેત્રના મહાનુભાવોએ ઉપસ્થિત રહી રૂપાણીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

રાજકોટ : વિજયભાઈ રૂપાણીની શ્રદ્ધાંજલિ સભામાં મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ ઊમટી પડ્યા હતા. દરેક ક્ષેત્રના મહાનુભાવોએ ઉપસ્થિત રહી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા ઉપરોક્ત તસવીરોમાં અંજલીબેન રૂપાણી રૂષભ રૂપાણી નીતિનભાઈ ભારદ્વાજ વિજય ભાઈને શ્રદ્ધા સુમન અર્પણ કરતા નજરે પડે છે. જ્યારે નીચેની તસવીરોમાં રાષ્ટ્ર સંત પ.પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબ, વ્હોરા સમાજના આગેવાનો, પૂ. નરેન્દ્રબાપુ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મંત્રી ભાનુબેન બાબરીયા, પ્રદીપ ડવઃ,શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, લાખાભાઈ સાગઠિયા, કમલેશભાઈ મીરાની, ડો. અમિત હપાણી, હંસી કાબેન મણીયાર, ગુનુભાઈ ડેલાવાળા સહિતના આગેવાનો નજરે પડે  છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)

(7:40 PM IST)