News of Tuesday, 17th June 2025
ફોર્ડો પરમાણુ પ્લાન્ટ પર અમેરિકા -ઇઝરાયલના હુમલાનો ભય :ઇરાને રશિયન S-300 એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી
જો ઇરાનને પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવવા હોય તો તેહરાનથી 125 કિલોમીટર દૂર પર્વતથી 300 ફૂટની ઊંડાઈએ બનેલા ફોર્ડો ફ્યુઅલ એનરિચમેન્ટ પ્લાન્ટને નષ્ટ કરવો પડશે

ઇઝરાયલનું લક્ષ્ય ઇરાનને પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવવાનું છે, જેના માટે તેણે નતાન્ઝ અને ઇસ્ફહાનમાં યુરેનિયમ સંવર્ધન સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું છે. હવે પડકાર ફોર્ડો ફ્યુઅલ એનરિચમેન્ટ પ્લાન્ટ જેને ઇરાનના માઉન્ટ ડૂમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો નાશ કરવાનો છે. અમેરિકા દ્વારા આ પ્લાન્ટ પર હુમલાના ડરથી, ઇરાને રશિયન S-300 એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે.
જોકે, ઇઝરાયલ જાણે છે કે જો ઇરાનને પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવવા હોય, તો તેહરાનથી 125 કિલોમીટર દૂર પર્વતથી લગભગ 300 ફૂટની ઊંડાઈએ બનેલા ફોર્ડો ફ્યુઅલ એનરિચમેન્ટ પ્લાન્ટને નષ્ટ કરવો પડશે. તેને ઇરાનનો માઉન્ટ ડૂમ પણ કહેવામાં આવે છે. પરંતુ ફોર્ડો ફ્યુઅલ એનરિચમેન્ટ પ્લાન્ટ પર હુમલો કરવો એ એટલું સરળ કાર્ય નથી.
ફોર્ડો ફ્યુઅલ એનરિચમેન્ટ પ્લાન્ટ પર હુમલો કરવા માટે, ઇઝરાયલે સંપૂર્ણ રણનીતિ સાથે લશ્કરી કાર્યવાહી કરવી પડશે. આ કાર્યવાહીમાં ભૂલનો લગભગ કોઈ અવકાશ હોવો જોઈએ નહીં. તમને જણાવી દઈએ કે જી સમિટ જતા પહેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે- કંઈક મોટું થવાનું છે. એવી આશંકા છે કે અમેરિકા ઈરાનના ફોર્ડો ફ્યુઅલ એનરિચમેન્ટ પ્લાન્ટ પર હુમલો કરી શકે છે.
ઈરાનને ડર છે કે અમેરિકા અથવા ઈઝરાયલ આ સ્થળને નિશાન બનાવી શકે છે. તેથી ઈરાને પ્લાન્ટ પાસે રશિયન S-300 એર ડિફેન્સ સિસ્ટમ સ્થાપિત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્લાન્ટમાં ખૂબ જ સમૃદ્ધ યુરેનિયમ (U-235)નું ઉત્પાદન થઈ રહ્યું છે, જે બે પરમાણુ બોમ્બ બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) એ પણ પુષ્ટિ આપી છે કે ફોર્ડો હજુ પણ ઇઝરાયલી હુમલાઓથી સુરક્ષિત છે.
ઇઝરાયલ ઈરાનમાં કમાન્ડો ઉતારી શકે છે
તે જ સમયે, ઇઝરાયલી અધિકારીઓ માને છે કે ઓપરેશન રાઇઝિંગ લાયન ત્યાં સુધી સફળ થશે નહીં જ્યાં સુધી ફોર્ડો પરમાણુ પ્લાન્ટનો નાશ ન થાય. અમેરિકામાં ઇઝરાયલી રાજદૂત યેચીએલ લીટરે સ્વીકાર્યું છે કે, સમગ્ર કામગીરી ખરેખર ફોર્ડોના વિનાશ સાથે પૂર્ણ થવી જોઈએ.
જો ઇઝરાયલ ફોર્ડો પરમાણુ પ્લાન્ટનો નાશ કરવા માંગે છે, તો તેણે પર્વતનો નાશ કરવા જેવો હુમલો કરવો પડશે. એવો પણ ભય છે કે ઇઝરાયલી કમાન્ડો ઇરાની ધરતી પર ઉતરી શકે છે. જોકે, ઇઝરાયલી કમાન્ડો ફોર્ડો પરમાણુ પ્લાન્ટની નજીક ઉતરશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
