News of Tuesday, 17th June 2025
અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત બચી ગયેલા વિશ્વાસ રમેશ ભાલીયાને હોસ્પિટલમાંથી કર્યો ડિસ્ચાર્જ
પાંચ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ : એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા અજય ભાલિયા અન્ય મુસાફરનો સાથે મૃત્યુ પામ્યો. પરંતુ તેના ભાઈ વિશ્વાસ ભાલિયાનો આબાદ બચાવ થયો

અમદાવાદ : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એકમાત્ર જીવિત બચી ગયેલ વિશ્વાસ કુમાર રમેશને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે, એ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જીવિત એકમાત્ર વ્યક્તિ છે. 242 લોકો પ્લેનમાં સવાર હતા, જેમાં બધાના મોત થઈ ગયા છે પરંતુ નસીબજોગે વિશ્વાસ કુમાર બચી ગયા છે. પરંતુ વિશ્વાસ હોસ્પિટલમાં ગરગીન છે. કારણ કે તે ખુદ તો બચી ગયો પરંતુ આ દુર્ઘટનામાં તેના સગા ભાઈનું મોત થયું છે
એર ઈન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઈન વિમાન ગુરૂવારે બપોરે અમદાવાદમાં ઉડાન ભરવાની સાથે ક્રેશ થઈ ગયું હતું. દુર્ઘટનામાં વિશ્વાસને છોડી બધા યાત્રીકો, ક્રૂ મેમ્બર્સ અને દુર્ઘટનાસ્થળ પર હાજર લોકો સહિત કુલ 265 લોકોના મોત થયા છે.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
