News of Wednesday, 18th June 2025
પ્લેન ક્રેશમાં એક બોડી બેગમાંથી મળ્યાં બે માથાં, પરિવારે કહ્યું આખું શરીર આપો
એક બોડી બેગમાં બે અલગ અલગ માથા મળી આવ્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા

અમદાવાદ,તા.૧૮: અમદાવાદમાં થયેલા હૃદયદ્રાવક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પછી, એવી તસવીરો સામે આવી છે જે કોઈપણના હૃદયને હચમચાવી શકે છે. શુક્રવારે, જ્યારે દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મળતદેહને હોસ્પિટલ લાવવામાં આવ્યા, ત્યારે એક બોડી બેગમાં બે અલગ અલગ માથા મળી આવ્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા. આ સાંભળીને, હૉસ્પિટલની બહાર ઉભેલા પરિવારના સભ્યો રડવા લાગ્યા. કેટલાક તેમના પુત્રને શોધી રહ્યા હતા, તો કેટલાક તેમના પતિની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ જ્યારે શરીરના ભાગો પણ ઓળખી ન શકાય તેવા હોય, ત્યારે કોઈને શું સોંપી શકાય?
મને આખું શરીર આપોૅ...પરિવારની અસ્થિરતા
શનિવારે આવું દ્રશ્ય જોવા મળ્યું જ્યારે એક વ્યક્તિ હોસ્પિટલના ગેટ પર અધિકારીઓ સમક્ષ વિનંતી કરવા લાગ્યો. તેણે કહ્યું, મને મારી પત્ની અને બાળકોનું આખું શરીર જોઈએ છે... અડધા ટુકડા નહીં. પરંતુ ડોક્ટરોઝે સ્પષ્ટ કર્યું કે આ કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે ઘણા મળતદેહો ખરાબ રીતે બળી ગયા છે અથવા ટુકડાઓમાં મળી આવ્યા છે. એક અધિકારીએ કહ્યું, અમે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ રડતા રહ્યા. તેમને શાંત કરવા ખૂબ જ મુશ્કેલ હતા.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
