<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

ઇઝરાયલના ૫૦ ફાઇટર જેટ ઇરાનમાં ઘૂસ્‍યા : તબાહી મચાવી

શસ્‍ત્રો અને મિસાઇલ બનાવતી ફેકટરીનો કચ્‍ચરઘાણ : ઇરાનના હુમલાનો હાઇપરસોનિક જવાબ : IAFએ વિડિયો જારી કર્યો : ઇઝરાયલે સાયબર હુમલો પણ કર્યા

તેલઅવિવ, તા.૧૮: મધ્‍ય પૂર્વમાં આગ હવે એવા તબક્કે પહોંચી ગઈ છે જ્‍યાં દરેક ક્ષણ એક નવી આફતનો ભય લઈને આવે છે. ઇઝરાયલ અને ઈરાન વચ્‍ચે સતત થઈ રહેલા હુમલાઓએ બંને દેશોની જમીન અને હવાઈ સુરક્ષાને જ હચમચાવી નાખી નથી, પરંતુ વિશ્વભરના દેશોની ચિંતા પણ વધારી દીધી છે.

વ્‍હેલી સવારે ઇરાને ઇઝરાયલના વિવિધ સ્‍થળો પર હુમલો કરીને સુપ્રીમ  ખામનેઇએ જંગનું એલાન કર્યુ હતું. ઇરાને ૨૫ મિસાઇલો છોડીને ઝરાયલના સ્‍થળો પર ભારે ખાના-ખરાબી કરી હતી. પરિસ્‍થિતિ એવી છે કે ૬ દિવસ પછી પણ ઇરાન અને ઇઝરાયલ વચ્‍ચે યુધ્‍ધ સતત ચાલુ છે. હાલમાં સમજૂતી થવાની કોઇ શકયતા નથી.

ઇરાને કરેલા હુમલાનો ઇઝરાયલે તાબડતોડ અને સુપર સોનિક વળતો જવાબ આપ્‍યો હતો. ઇઝરાયલી સેનાએ દાવો કર્યો હતો કે તેણે એક મોટી હવાઈ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ૫૦ થી વધુ ફાઇટર જેટ્‍સે ઈરાનમાં અનેક લશ્‍કરી અને પરમાણુ સંબંધિત સ્‍થળો પર ભારે બોમ્‍બમારો કર્યો હતો. આ કાર્યવાહીનું સૌથી મોટું લક્ષ્ય તેહરાનમાં એક સેન્‍ટ્રીફયુજ ઉત્‍પાદન સ્‍થળ હતું, જ્‍યાં ઈરાન યુરેનિયમ સંવર્ધનની ગતિ અને અવકાશ વધારી રહ્યું હતું.

IDF એ જણાવ્‍યું હતું કે આ સેન્‍ટ્રીફયુજ યુનિટ ઈરાનના પરમાણુ શષા કાર્યક્રમનો એક મહત્‍વપૂર્ણ ભાગ હતો અને પરમાણુ બોમ્‍બ બનાવવાની -ક્રિયાને વેગ આપી રહ્યો હતો.

આ સાથે, અનેક શષાો ઉત્‍પાદન એકમો પર પણ ચોકસાઇથી હુમલા કરવામાં આવ્‍યા હતા. આમાં ફેક્‍ટરીઓનો સમાવેશ થાય છે જ્‍યાં સપાટીથી સપાટી પર હાર કરતી મિસાઇલો માટે કાચો માલ અને ભાગો બનાવવામાં આવી રહ્યા હતા.

ઇઝરાયલ તરફી હેકિંગ જૂથે એક મોટી ઇરાની બેંક સામે વિનાશક સાયબર હુમલાની જવાબદારી સ્‍વીકારી હતી, અને ઇરાનના રાજ્‍ય સંચાલિત ત્‍ય્‍ત્‍ગ્‍ ન્‍યૂઝે અહેવાલ આપ્‍યો હતો કે ઇઝરાયલે દેશના મહત્‍વપૂર્ણ માળખા પર મોટો સાયબર હુમલો કર્યો છે.

ઇઝરાયલે કહ્યું હતું કે હુમલો કરાયેલા સ્‍થળોમાં એવા એકમો પણ હતા જ્‍યાં ટેકનોલોજી અને સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોના ભાગો બનાવવામાં આવી રહ્યા હતા, જેનો હેતુ ઇઝરાયલી વિમાનોને નિશાન બનાવવાનો હતો.

IDF એ આ કામગીરીનો એક વીડિયો પણ બહાર પાડ્‍યો છે, જેમાં જેટ વિમાનો રાત્રિના અંધારામાં ઉડતા અને મિસાઇલો ચલાવતા જોઈ શકાય છે. આ હુમલો એવા સમયે થયો છે જ્‍યારે ઇઝરાયલ અને ઈરાન વચ્‍ચે મુકાબલો ચરમસીમાએ છે અને અમેરિકા પણ સીધા રાજદ્વારી અને લશ્‍કરી દબાણ લાવતું જોવા મળી રહ્યું છે.

તેમણે ઈરાનથી છોડવામાં આવેલા સાત વધુ ડ્રોનને ઈઝરાયલી સરહદમાં પ્રવેશતા પહેલા જ સફળતાપૂર્વક તોડી પાડ્‍યા છે. આ બધા ડ્રોન તાજેતરમાં ગોલાન હાઇટ્‍સ ક્ષેત્ર તરફ આવી રહ્યા હતા, જ્‍યાં ખતરાની ચેતવણી આપવા માટે સાયરન વગાડવામાં આવ્‍યા હતા. IDF એ જણાવ્‍યું હતું કે આ ડ્રોન હુમલા મધ્‍યરાત્રિથી ચાલી રહ્યા છે અને અત્‍યાર સુધીમાં ઈરાને કુલ એક ડઝનથી વધુ UAV ઈઝરાયલ તરફ મોકલ્‍યા છે.

પરંતુ ઈઝરાયલી હવાઈ સંરક્ષણ -ણાલીએ સતર્કતા બતાવી અને તે બધાને અટકાવીને નાશ કર્યો. આ ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જ્‍યારે ઈઝરાયલ અને ઈરાન વચ્‍ચે યુદ્ધ ચરમસીમાએ છે, અને બંને દેશોની સેનાઓ આક્રમક સ્‍થિતિમાં છે.

(3:49 PM IST)