ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
ઈરાન વિરૂદ્ધ સંપૂર્ણ વ્યૂહાત્મક અને લશ્કરી સમર્થનના બદલામાં અમેરિકાની શ્રેષ્ઠ ડિફેન્સ ટેકનોલોજીઃ ટ્રંપની પાકિસ્તાનને ખુલ્લી ઓફર

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને ઈરાન વિરુદ્ધ સંપૂર્ણ લશ્કરી અને વ્યૂહાત્મક સમર્થનના બદલામાં અભૂતપૂર્વ રક્ષણ ટેકનોલોજીની ઍક્સેસ આપવાનું વચન આપ્યું છે. આ ઓફર ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને તેની બેલિસ્ટિક મિસાઈલ ક્ષમતાઓ સામે અમેરિકા અને ઈઝરાયેલની વધતી ચિંતાઓના સંદર્ભમાં આવી છે. ટ્રમ્પની આ રણનીતિ ઈરાન પર દબાણ વધારવા અને મધ્ય પૂર્વમાં પોતાનું વર્ચસ્વ જાળવવા માટેની છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક દારે આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે પાકિસ્તાનની પરમાણુ શષા ક્ષમતાઓ ફક્ત તેની પોતાની સુરક્ષા અને સ્થિરતા માટે છે, અને ઈરાનની તરફેણમાં ઈઝરાયેલ પર હુમલાના અહેવાલો ખોટા છે. જોકે, આ ઓફરથી ભારત-પાકિસ્તાન સંબંધો પર અસર પડી શકે છે, કારણ કે ભારત મધ્ય પૂર્વના તણાવ અને પાકિસ્તાનની વધતી લશ્કરી શક્તિને ચિંતાજનક ગણે છે. નિષ્ણાતોના મતે, આ પગલું આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવા સંઘર્ષોને જન્મ આપી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
