POK લોહિયાળ બન્યું: ૧૨૦ના મોત 2:41 PM
એર ઇન્ડિયા ફ્લાઇટ એઆઈ–૧૭૧ દુર્ઘટના: સીઈઓ કેમ્પબેલ વિલ્સનનું નિવેદન - વિમાનની જાળવણીમાં કોઈ ખામી નહોતી

અમદાવાદ, ૧૯ જૂન ૨૦૨૫: એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ–૧૭૧, જે અમદાવાદથી લંડન (ગેટવિક) જવા માટે ૧૨ જૂન ૨૦૨૫ના રોજ ઉડાન ભર્યા બાદ થોડી જ ક્ષણોમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, તેના સંબંધમાં એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને મહત્વનું નિવેદન આપ્યું છે. શ્રી વિલ્સને ગ્રાહકોને જણાવ્યું છે કે આ વિમાનની જાળવણી નિયમિત રીતે કરવામાં આવી હતી અને તેના એન્જિનમાં કોઈ સમસ્યા જોવા મળી નહોતી.
આ દુર્ઘટનામાં ૨૪૧ મુસાફરો અને ચાલક દળના સભ્યો સહિત કુલ ૨૭૯ લોકોના મોત નીપજ્યા હતા. તપાસ એજન્સીઓ હાલ આ દુર્ઘટનાના કારણો શોધવામાં વ્યસ્ત છે.
એર ઇન્ડિયાના અધ્યક્ષ એન. ચંદ્રશેખરને પણ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વિમાનના એન્જિનનો ઈતિહાસ સ્વચ્છ હતો. જમણું એન્જિન માર્ચ ૨૦૨૫માં નવું સ્થાપિત કરાયું હતું, જ્યારે ડાબું એન્જિન ૨૦૨૩માં સર્વિસ કરાયું હતું અને તેની આગામી જાળવણી ૨૦૨૬માં નિયત હતી. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ જાળવણી સંબંધી ચેતવણી કે ખામી નોંધાઈ નહોતી.
ભારતની નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે ફ્લાઇટના કેપ્ટન સુમિત સભરવાલે ઉડાન ભર્યાની એક મિનિટની અંદર જ "મેડે" નામનો નિર્ણાયક ચેતવણી સંદેશો એર ટ્રાફિક કંટ્રોલને મોકલ્યો હતો. તપાસકર્તાઓએ વિમાનના બંને બ્લેક બોક્સ - ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વૉઇસ રેકોર્ડર - મેળવી લીધા છે, જેના આધારે હાદસાનું ચોક્કસ કારણ શોધવાના પ્રયાસો ચાલી રહે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
