News of Thursday, 19th June 2025
બંગાળમાં ૩ થી ૮ ઇંચ જેવો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

પશ્ચિમ બંગાળ: હવામાન વિભાગ દ્વારા ઉત્તર બંગાળ અને દક્ષિણ બંગાળના કેટલાક જિલ્લાઓમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ (૭-૨૦ સે.મી.) થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર બંગાળના દાર્જિલિંગ, જલપાઈગુડી અને કાલિમપોંગ જિલ્લાઓમાં એક કે બે સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
તેવી જ રીતે, દક્ષિણ બંગાળના પુરુલિયા, ઝારગ્રામ, બાંકુરા, પશ્ચિમ મિદનાપુર અને પશ્ચિમ બર્દવાન જિલ્લાઓમાં પણ એક કે બે સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
આ આગાહીને પગલે સ્થાનિક તંત્રને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
