<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

વિપ્રોએ મુંબઈમાં મહિને રૂ.૨.૪૭ કરોડના ભાવે પ્રોપર્ટી ભાડે લીધી

એઈરોલી સ્‍થિત માઈન્‍ડસ્‍પેસ બિઝનેસ પાર્કમાં ૩.૮૭ લાખ ચોરસ ફૂટ જગ્‍યા માટે વિપ્રોએ કરાર કર્યો

મુંબઇ તા.૨૦: આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની વિપ્રો લિમિટેડે નવી મુંબઈમા એઈરોલી ખાતે માઈન્‍ડસ્‍પેસ બિઝનેસ પાર્કમાં ૩.૮૭ લાખ ચોરસ ફૂટ વ્‍યવસાયિક જગ્‍યા મહિને રૂ.૨.૪૭ કરોડના ભાડે લીધી હોવાનું જણાવ્‍યું છે. પ્રોપસ્‍ટેકે મેળવેલા મિલકતની નોંધણીના દસ્‍તાવેજને આધારે આ વિગતો સામે આવી છે. વિ-ોએ આ વધારાની જગ્‍યા લીઝ પર લઈને નવી મુંબઈમાં તેનો વ્‍યાપ વધારી રહ્યું હોવાનું જણાય છે. અગાઉ આ જ બિઝનેસ પાર્કમાં તે ૩.૪૫ લાખ ચોરસ ફૂટ જગ્‍યા ધરાવે છે.

૩૧ જુલઈ ૨૦૨૪થી અમલી થાય તે રીતે કંપનીએ માઈન્‍ડસ્‍પેસ બિઝનેસ પાર્ક્‍સ પ્રાઈવેટ લિમિટેડ સાથે ૧૦ વર્ષ (૧૨૦ મહિના)નો કરાર કર્યો છે. દસ્‍તાવેજ મુજબ વિપ્રોએ આ આઈટી એસઈઝેડમાં કુલ આઠ માળ (૪-૧૧ માળ સુધી) લીઝ પર લીધા છે. આ જગ્‍યાનો કુલ કારપેટ એરિયા ૨,૭૦,૯૪૯ ચોરસ ફૂટ થાય છે. ચાર્જેબલ વિસ્‍તાર ૩,૮૭,૦૭૨ ચોરસ ફૂટ છે. વિપ્રોએ પ્રતિ માસ રૂ.૬૪ પ્રતિ ચોરસ ફૂટના ભાવે લીઝ કરાર કર્યો હોવાનું દસ્‍તાવેજ પરથી જાણી શકાય છે. આમ વિપ્રો મહિને કુલ રૂ.૨.૪૮ કરોડ ભાડું ચૂકવશે. આ સોદામાં રૂ. ૧૪.૮૬ કરોડની સિકયોરિટી ડીપોઝિટ તથા વાર્ષિક ધોરણે ભાડમાં પાંચ ટકાના વધારાનો સમાવેશ થાય છે.(૩૮.૬)

(7:22 PM IST)