<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

પતિએ લીધેલું કરજ ચૂકવી ન શકયો એટલે પત્‍નીને વૃક્ષ સાથે બાંધીને નિર્દયતાથી પિટાઈ કરી

ચિત્તુર,તા.૨૦: આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં એક શાહુકારનું કરજ ચૂકવી ન શકવા બદલ મહિલાને વળક્ષ સાથે બાંધીને નિર્દયતાથી માર માર્યો અને ગાળો ભાંડવામાં આવી. સોમવારે બપોરે ૧ વાગ્‍યે બનેલી આ ઘટના નારાયણપુરમ ગામમાં બની હતી. શ્રીશા નામની મહિલાના પતિ થિમ્‍મારાયપ્‍પાએ ત્રણ વર્ષ પહેલાં ૮૦,૦૦૦ રૂપિયા શાહુકાર પાસેથી લીધા હતા. કરજ ચૂકવી ન શકતાં આખો પરિવાર ગામ છોડીને જતો રહેલો. જોકે દીકરાની પરીક્ષાનું રિઝલ્‍ટ લેવા માટે શ્રીશા ગામમાં આવી હતી ત્‍યારે શાહુકારે તેને જોઈ લેતાં પકડીને ઢોરમાર માર્યો હતો.

(1:47 PM IST)